રાજુલા શહેરમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. વજન ઘટાડવાની દવા લેવા છતાં મહિલાનું વજન ન ઘટતાં ઝેરી દવા પીધી હતી. વિનોદભાઈ મગનભાઈ પરમાર (ઉ.વ.૫૪)એ જાહેર કર્યા મુજબ, જલ્પાબેન વિનોદભાઇ પરમાર (ઉ.વ.૫૦)ને છેલ્લા ત્રણેક વર્ષથી વજન ઘટાડવાની દવા ચાલુ હતી. પરંતુ વજન ઘટતું નહોતું. જેથી મનમાં લાગી આવતા ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન મરણ થયુ હતુ. ખાંભાના ભાડ ગામે થ્રેસરમાં ચુંદડી આવી જતાં ઘાયલ થયેલા ઉંધલીબેન કલ્પેશભાઇ નાયક (ઉ.વ.૨૫)નું સારવાર દરમ્યાન મોત થયું હતું. નાગેશ્રી ગામે ભોગ બનનારને તેના પત્નિ દિવ્યાબેન સાથે બાળકોને ઠપકો આપવા બાબતે બોલાચાલી ઝઘડો થયેલ હોય અને ભોગબનનારને મનમા લાગી આવતા પોતે પોતાની મેળે ઝેરી દવા પીધી હતી.










































