બિહારથી હાલ સૌથી મોટા રાજકીય સમાચાર સામે આવી રહ્યા છે. પશ્ચિમ ચંપારણની રામનગર વિધાનસભા સીટ પરથી ભાજપ ધારાસભ્ય પદ્મશ્રી ભાગીરથી દેવીએ પાર્ટીના તમામ પદો પરથી રાજીનામુ આપવાની જાહેરાત કરી દીધી છે. ભાગીરથી દેવીએ પાર્ટી સંગઠન પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે, દલિત હોવાના કારણે તેમની વાત સાંભળવામાં નથી આવતી. ભાગીરથી દેવીએ કહ્યું કે, બગહા જિલ્લા સંગઠનમાં અમને પૂછવામાં પણ નથી આવતું. તેમણે આરોપ લગાવ્યો કે, બગહા જિલ્લા સંગઠમાં બીજા પક્ષને મદદ પહોંચાડનારાનું ધ્યાન રાખવામાં આવે છે. ભાગીરથી દેવીએ કહ્યું કે, સંજય જયસ્વાલ તેમની
મુશ્કેલીઓથી સારી રીતે વાકેફ છે, પરંતુ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી. એવામાં ભાગીરથી દેવી રાષ્ટ્રીય કાર્યસમિતિ અને પ્રદેશ કાર્યસમિતિમાંથી રાજીનામુ આપી દેશે.
ભાજપ ધારાસભ્ય પદ્મશ્રી ભાગીરથી દેવીએ બિહાર ભાજપ પ્રમુખ સંજય જયસ્વાલને લઈને પણ મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે, પ્રદેશ અધ્યક્ષને તેમની મુશ્કેલીઓ વિશે તમામ જાણકારી છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. તેમણે કહ્યું કે, બગહાને ૨ લોકો મળીને ચલાવે છે. ભાગીરથી દેવીએ આરોપ લગાવ્યો છે કે, દલિત હોવાના કારણે તેમને હેરાન કરવામાં આવે છે. ભાગીરથી દેવીના આ પગલાંથી ભાજપ ચિંતિત છે. ભાજપઁની મહિલા ધારાસભ્ય તરફથી ઉઠાવવામાં આવેલા આ પગલાંએ ઘણા સવાલો ઊભા કરી દીધા છે.
ભાગીરથી દેવીએ વિરોધના સૂર ઊંચા કરતા કહ્યું કે, સંગઠનમાં કોઈપણ પદ પર રહેવાનો શો ફાયદો છે. પદ્મશ્રી ભાગીરથી દેવીએ કહ્યું કે, દલિત હોવાના કારણે સંગઠનમાં તેમની વાત સાંભળવામાં નથી આવતી. બગહા સંગઠન જિલ્લામાં અમને કોઈ પૂછતું નથી. તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય કાર્યસમિતિ અને પ્રદેશ કાર્યસમિતિમાંથી તેઓ રાજીનામુ આપી દેશે. બગહા જિલ્લા સંગઠનમાં બીજા પક્ષને મદદ પહોંચાડનારાઓનું ધ્યાન રાખવામાં આવે છે, તેમની વાત માનવામાં આવે છે. તેમણે ચૂંટણી સમયે તેમને હેરાન કરવાનું ષડયંત્ર બનાવ્યું હતું. મારી મુશ્કેલી સૌ કોઈ જાણે છે. મારી મુશ્કેલી પ્રદેશના અધ્યક્ષ સંજય જયસ્વાલ જાણે છે, તેમ છતા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી.
ભાગીરથી દેવીએ કહ્યું કે, તેમને દલિત સમજીને હેરાન કરવામાં આવે છે. પક્ષની અંદર અમારી કોઈ પ્રતિષ્ઠા નથી. અમને લાંબા સમયથી ઉલ્લૂ બનાવવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે,ભાજપના પ્રદેશ અધ્યક્ષ સંજય જયસ્વાલ પણ પશ્ચિમ ચંપારણના રહેવાસી છે. એટલે કે બંને એક જ જિલ્લામાંથી આવે છે. આ અગાઉ પશ્ચિમ ચંપારણના નરકટિયાગંજની ભાજપ ધારાસભ્ય રÂશ્મ વર્માએ ધારાસભ્યના પદ પરથી રાજીનામાની જાહેરાત કરી હતી. જાહેરાત બાદ ભાજપ અધ્યક્ષે પોતાના ધારાસભ્યને મનાવ્યા, ત્યાર જઈને મામલો શાંત થયો હતો.