તિબેટીયન આધ્યાત્મીક નેતા દલાઈ લામા ટૂંક સમયમાં ૯૦ વર્ષના થવાના છે. દલાઈ લામાની વધતી ઉંમરને કારણે, તેમના ઉત્તરાધિકારી અને તેમની ચૂંટણી વિશે ઘણીવાર ચર્ચા થાય છે. તમને જણાવી દઈએ કે દલાઈ લામા ૧૪મા દલાઈ લામા છે અને તેમના ઉત્તરાધિકારીને ૧૫મા લામા તરીકે ઓળખવામાં આવશે. દલાઈ લામાને ચૂંટવાની આ પ્રથા ૬૦૦ વર્ષથી ચાલી રહી છે. હવે દલાઈ લામાએ ખુલાસો કર્યો છે કે તેમના ઉત્તરાધિકારીની પસંદગી ક્યારે થશે. મળતી માહિતી મુજબ, દલાઈ લામાએ કહ્યું છે કે તેમના મૃત્યુ પછી નવા દલાઈ લામાની પસંદગી કરવામાં આવશે. આ સાથે, દલાઈ લામાએ ઉત્તરાધિકારીની પસંદગી અંગે ચીન પર પણ નિશાન સાધ્યું છે. તેમણે આમાં ચીનની ભૂમિકાને નકારી કાઢી છે.
દલાઈ લામાએ તેમના ઉત્તરાધિકારીની પસંદગીમાં ચીનની ભાગીદારીને નકારી કાઢી છે. દલાઈ લામાએ કહ્યું છે કે દલાઈ લામાની સંસ્થા ચાલુ રહેશે. તેમણે કહ્યું કે ઉત્તરાધિકારીની પસંદગીની જવાબદારી ફક્ત દલાઈ લામાના કાર્યાલય, ગાડેન ફોદ્રાંગ ટ્રસ્ટના સભ્યોની રહેશે.એકસ પર એક ટીવટમાં, દલાઈ લામાએ કહ્યું, “હું પુનરાવર્તન કરું છું કે ગાડેન ફોદ્રાંગ ટ્રસ્ટ એકમાત્ર એવો છે જેને ભવિષ્યમાં (દલાઈ લામાના) પુનર્જન્મને ઓળખવાનો અધિકાર છે. આ બાબતમાં બીજા કોઈને દખલ કરવાનો કોઈ અધિકાર નથી.”








































