અમરેલી જિલ્લા કબડ્ડી એસોસિએશન અને દલખાણીયા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે દલખાણીયામાં ૫૦મી જુનિયર કબડી સ્પર્ધાનું ૨૧થી ૨૫ ડિસેમ્બર દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં લગભગ ૨૩ થી ૨૪ જિલ્લાના વિદ્યાર્થીઓ દલખાણીયા આવ્યા હતા. આ સ્પર્ધાને નિહાળવા માટે મોટી સંખ્યામાં ગ્રામ લોકો તથા અધિકારીઓ ઉમટી પડ્યા હતા. વિજેતા ટીમને ઉતરાખંડ રમવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ સ્પર્ધામાં ધારાસભ્ય જે.વી. કાકડીયા, વસંતભાઈ મોવલીયા, જીતુભાઈ જોશી, અશ્વિનભાઈ કુંજડીયા, ઘનશ્યામભાઈ હીરપરા, પ્રાથમિક શાળાના આચાર્ય હેમલભાઈ સોલંકી સહિત તમામ લોકો હાજર રહ્યા હતા. આ તકે પત્રકાર બટુકભાઈ સોલંકી અને યોગેશભાઈ સોલંકીનું સન્માન કરાયું હતું.