ધારીના દલખાણીયા ગામે એક યુવકે છરી ઉગામીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કાનજીભાઈ ખોડાભાઈ સુખડીયા (ઉ.વ.૫૬)એ અક્ષયભાઈ બટુકભાઈ પટોળીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમનો દીકરો ચિરાગ ગામની એક યુવતી સાથે બોલતો હતો. આ યુવતી તથા તેના માતા-પિતા તેમની તથા સાહેદની વાડીએ મજૂરી કરવા આવતા હતા. જે આરોપીને ગમતું
નહોતું. તેમના પુત્રને જેમ ફાવે તેમ ગાળો આપી કમરમાંથી છરી કાઢી જાનથી મારી નાખવાના ઇરાદે પડખાના ભાગે મારી હતી. ધારી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.પી.શાહી વધુ તપાસ કરી રહ્યા છે.