ઉનાના વાસેજ ગામમાં રહેતી એક મહિલા બુટલેગરની તરફથી કરવામાં આવેલા ગંભીર આક્ષેપો હાલ ચર્ચાનો વિષય બન્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં મહિલાએ જણાવ્યું છે કે તે દર મહિને ૩ હજારથી લઈને ૧૮ હજાર સુધીનો હપ્તો વિવિધ પોલીસકર્મીઓને ચૂકવે છે. તેના જણાવ્યા પ્રમાણે દીવ–ઉનાની ચેકપોસ્ટથી લઈને સ્થાનિક બીટ જમાદાર સુધી, અનેક પોલીસકર્મીઓ તેને સતત હપ્તા માટે દબાણ પણ કરે છે.વાયરલ વીડિયોમાં મહિલાએ ખુલાસો કર્યો છે કે “પૈસા આપ્યા વગર ધંધો કરવાની મંજૂરી પોલીસ આપતી નથી.” તેના જણાવ્યા મુજબ ૧૮ હજારનો હપ્તો નિયમિત રીતે જાય છે અને આ રકમ દરેક સ્તરે આવેલા પોલીસ સ્ટાફ સુધી પહોંચે છે. તેણે એ પણ દાવો કર્યો કે પોલીસકર્મીઓ હપ્તો વસૂલીને જ બુટલેગરોને દારૂના ગેરકાયદેસર વેપાર માટે ‘પરમીશન’ આપે છે અને આ પ્રક્રિયામાં ડ્ઢ સ્ટાફ સુધીનો હિસ્સો જાય છે.મહિલા બુટલેગરે વીડિયોમાં સ્પષ્ટ રીતે નામ અને સ્તરનો ઉલ્લેખ કર્યા વગર કહ્યું છે કે દીવ–ઉનાની ચેકપોસ્ટ પર પણ તે નિયમિત ‘કટકી’ મોકલે છે. સ્થાનિક બીટ જમાદાર અને અન્ય અધિકારીઓ સુધી પણ હપ્તાની રકમ પહોંચાડવામાં આવે છે. આ ખુલાસાઓથી સ્પષ્ટ થાય છે કે વિસ્તારના દારૂના ગેરકાયદેસર ધંધા પાછળ પોલીસ તંત્રનો સીધો કે આડકતરી રીતે હાથ હોવાનો ગંભીર સંકેત મળી રહ્યો છે.વીડિયો વાયરલ થતાં હવે ઉના પોલીસના કાર્યપદ્ધતિ અંગે અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકો પણ સોશિયલ મીડિયા પર પોલીસની તપાસ અને ન્યાયિક પ્રક્રિયા અંગે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. લોકોનો પ્રશ્ન એ છે કે જા પોલીસ જ ગેરકાયદેસર ધંધાને ‘હપ્તા’ના આધારે સંરક્ષણ આપતી હોય તો આવા ગુનાઓ સામે અસરકારક કાર્યવાહી કેવી રીતે શક્્ય બને? વાયરલ વીડિયો બાદ તપાસ શરૂ થઈ શકે છે. પરંતુ હાલ સુધી સત્તાવાર પુષ્ટિ કે નિવેદન બહાર આવ્યું નથી.









































