અમરેલી જિલ્લાના દિવ્યાંગોએ પોતાની વિવિધ માંગ સાથે સમાજ સુરક્ષા અધિકારીને આવેદનપત્ર આપ્યુ છે. આવેદનપત્રમાં જણાવાયુ છે કે , કોરોના બાદ દિવ્યાંગોની હાલત કથળી ગઈ છે જેથી દર માસે રૂ.પાંચ હજારનું પેન્શન આપવામાં આવે, દિવ્યાંગોને રોજગારી મળે તે માટે સરકાર પ્રયત્ન કરે. જા કે આ તમામ માંગણી ઘણા સમયથી પડતર છે પરંતુ સરકાર દ્વારા કોઈ માંગણી સ્વીકારવામાં આવી નથી જેથી દિવ્યાંગોમાં રોષ ફેલાયો છે.