કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પંચ અને ભાજપ પર અનેક ગંભીર આરોપ લગાવ્યા. તેમણે કહ્યું કે હરિયાણા ચૂંટણીમાં ૨૫ લાખ મત ચોરાઈ ગયા હતા. તેમના આરોપોથી રાજકીય ગરમાવો આવ્યો છે. રાહુલના આરોપો બાદ, કોંગ્રેસના નેતા ભૂપિન્દર સિંહ હુડ્ડાએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું હતું કે મત ચોરીને બદલે હરિયાણા સરકાર પોતે ચોરી થઈ છે.ભૂપિન્દર સિંહ હુડ્ડાએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચે મતદાનના દિવસે ૬૧.૧૯% મતદાન નોંધાવ્યું હતું. પછી, ૬ ઓક્ટોબરે, તેણે ૬૫.૬૫% મતદાન દર્શાવ્યું. ૭ ઓક્ટોબરે, તેણે ૬૭.૯% મતદાન નોંધાવ્યું. તેમણે પ્રશ્ન કર્યો કે રાતોરાત મતદાન કેવી રીતે વધ્યું.કોંગ્રેસના ગુરુગ્રામ જિલ્લા (ગ્રામીણ) પ્રમુખ વર્ધન યાદવે, જેમણે ૨૦૨૪ ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં બાદશાહપુર બેઠક પરથી ચૂંટણી લડી હતી, તેમણે આરોપ લગાવ્યો કે ભાજપે ૭૪,૦૬૨ મતો “ચોરી” કરીને બેઠક જીતી છે.યાદવે કહ્યું કે ભાજપે બાદશાહપુર બેઠક પર પાંચ રીતે મતોની ચોરી કરી છેઃ ૧૧,૭૪૪ નકલી મતદારો, ૭,૪૩૭ નકલી અને અમાન્ય સરનામાં, સમાન સરનામાંવાળા ૫૯,૦૪૪ મતદારો, ૧,૨૩૪ નકલી ફોટોગ્રાફ્સ અને ખોટી ઉંમર માહિતી ધરાવતા ૩૫૩ મતદારો. તેમણે આરોપ લગાવ્યો કે તેમણે ૭૪,૦૬૨ મતો “ચોરી” કરીને બેઠક જીતી છે. “આઠ મહિનાની તપાસ પછી મને આ ચોરીની જાણ થઈ, ત્યારબાદ મેં રાહુલ ગાંધીને સમગ્ર મામલો જાણ કરી.”કોંગ્રેસ નેતા ભૂપિન્દર સિંહ હુડ્ડાએ કહ્યું કે ચૂંટણી પંચે તેનું કામ નિષ્પક્ષ રીતે કરવું જાઈએ. જાકે, તે આવું કરી રહ્યું નથી. અમે વારંવાર કહ્યું છે કે ચૂંટણી બેલેટ પેપરનો ઉપયોગ કરીને થવી જાઈએ. આ વખતે પણ કોંગ્રેસ મત ગણતરીમાં ૭૩ બેઠકો પર આગળ હતી. જાકે, ઈફસ્ ગણતરીમાં તે પાછળ રહી ગઈ. છેલ્લી પાંચ ચૂંટણીઓના પરિણામો દર્શાવે છે કે આવું પહેલાં ક્યારેય થયું નથી. આ લડાઈ ફક્ત કોંગ્રેસ વિશે નથી, પરંતુ લોકશાહી અને દેશના બંધારણ વિશે છે.










































