કાર્તિક આર્યન અને સારા અલી ખાન ૨૦૨૦માં રિલીઝ થયેલી ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘લવ આજ કલ ૨’માં જોવા મળ્યા હતા. ફિલ્મનું શૂટિંગ શરૂ થયું તે પહેલા બંનેનું નામ એકબીજો સાથે જોડાયું હતું. આ બધાની શરૂઆત ત્યારે થઈ જ્યારે સારા અલી ખાન પપ્પા સૈફ અલી ખાન સાથે ‘કોફી વિશ કરણ’ની મહેમાન બની હતી. આ દરમિયાન કરણ જોહરે ક્રશ વિશે પૂછતાં એક્ટ્રેસે કાર્તિક આર્યનનું નામ લીધું હતું અને તે તેને કોફી ડેટ પર જવા માગતી હોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ કાર્તિકે પણ તે આ માટે તૈયાર હોવાનું કહ્યું હતું. એક એવોર્ડ ફંક્શન દરમિયાન રણવીર સિંહે સારા અને કાર્તિકની મુલાકાત કરાવી હતી અને બંને સારા મિત્રો બન્યા હતા. મિત્રતા આગળ જતાં પ્રેમમાં પરિણમી હતી અને તેઓ એકબીજોને ડેટ કરતાં હોવાના ખબર હતા. જો કે, ‘લવ આજ કલ ૨’ બાદ બંનેનું બ્રેકઅપ થયું હતું અને લોકોએ બંનેના અફેરને પ્રમોશનનો ભાગ ગણાવ્યું હતું. આ વાતને બે વર્ષ થઈ ગયા છે અને કાર્તિક આર્યને આ અંગે મૌન તોડ્યું છે. જ્યારે કાર્તિક આર્યનને પૂછવામાં આવ્યું કે, ફિલ્મના પ્રમોશન માટે લિંક-અપની અફવા ઉડાવવામાં આવતી હોવાના રિપોર્ટ્‌સ કેટલા સાચા છે? ત્યારે તેણે કહ્યું હતું કે, ‘ના ના, પ્રમોશનલ જેવું કંઈ નહોતું. હું કેવી રીતે તમને સમજોવું? ના, ડીયર, મારો મતલબ એ છે કે અમે પણ માણસ છીએ. દરેક બાબત પ્રમોશનલ નથી હોતી. આ ટોપિક પર હું આટલું કહી શકું. જણાવી દઈએ કે, લવ આજ કલ ૨ના શૂટિંગ વખતે તેઓ એકબીજો સાથે ઘણો સમય પસાર કરતાં હતા. બંને ઘણીવાર સાથે હેન્ડઆઉટ કરતાં પણ જોવા મળતા હતા. જો કે, બંને વચ્ચે બ્રેકઅપ થતાં તેમણે એકબીજોને સોશિયલ મીડિયા પર અનફોલો કરી દીધા હતા. વર્ક ફ્રંટની વાત કરીએ તો, કાર્તિક આર્યનની કિયારા અડવાણી સાથેની ફિલ્મ ભૂલ ભૂલૈયા ૨ આજે (૨૦ મે) રિલીઝ થઈ છે. જે ૧૫ વર્ષ પહેલા આવેલી અક્ષય કુમાર અને વિદ્યા બાલનની આ જ નામથી બનેલી ફિલ્મની સીક્વલ છે. આ સિવાય તેની પાસે કૃતિ સેનન સાથેની ‘શહેઝાદા’ પણ છે, ‘લૂકા છૂપી’ બાદ બંનેની આ બીજી ફિલ્મ છે. બીજી તરફ, સારા અલી ખાન છેલ્લે અક્ષય કુમાર અને ધનુષ સાથે ‘અતરંગી રે’માં જોવા મળી હતી. તેણે થોડા મહિના પહેલા જ લક્ષ્મણ ઉટેકરની અનટાઈટલ્ડ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું હતું, જેમાં તે વિકી કૌશલ સાથે જોવા મળશે. આ સિવાય તેની પાસે ફિલ્મ ‘ગેસલાઈટ’ પણ છે, જેમાં તે પહેલીવાર વિક્રાંત મેસી સાથે સ્ક્રીન સ્પેસ શેર કરવાની છે. ફિલ્મના થોડાભાગનું શૂટિંગ ગુજરાતમાં કરવામાં આવ્યું છે.