નૈઋત્યનું ચોમાસુ આગળ વધી રહ્યું છે અને અરબી સમુદ્રમાં તેની એન્ટ્રી થવાની સાથે દરિયામાં કરટં જોવા મળી રહ્યો છે. પ્રતિ કલાકના ૪૦ થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન ફંકાય છે અને અમુક તબક્કે તેમની ઝડપ વધીને ૬૦ કિલોમીટર આસપાસ પહોંચી જતી હોવાથી જખો, માંડવી, મુન્દ્રા, ન્યુ કંડલા, નવલખી, જોમનગર, સલાયા, પોરબંદર, મૂળ દ્રારકા, વેરાવળ, દીવ, જોફરાબાદ પીપાવાવ ભાવનગર અલગં ભચ દહેજ મગદલ્લા અને દમણના બંદરો પર એલર્ટ આપી દેવાયું છે.
આજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી ગયું છે અને રાજકોટ વેરાવળ ભુજ સુરત વડોદરા અને અમદાવાદમાં આકાશમાં અપર લેવલે ભેજવાળા વાદળો જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રર્માં ભાવનગર અને સુરેન્દ્રનગરને બાદ કરતા તમામ સ્થળે મહત્તમ તાપમાન નો પારો ૪૦ ડિગ્રી થી નીચે આવી ગયો છે. ગરમીનું પ્રમાણ ઘટી ગયું છે પરંતુ ભેજવાળા વાદળના કારણે બફારો વધી ગયો છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ અંદામાન નિકોબારના ટાપુઓ પર ચોમાસાનો પ્રારભં કર્યા બાદ તે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને કેરળમાં તારીખ ૨૭ ની આસપાસ ચોમાસું બેસી જશે તેમ લાગે છે.