જાફરાબાદના દરિયામાં બે દિવસ પહેલા ભારે કરંટ જાવા મળતા ત્રણ બોટના ૧૧ ખલાસીઓ લાપતા બન્યા બાદ શિયાળબેટની બે બોટ ૯-૯ ખલાસીઓ સાથે લાપતા બનતા આ બોટની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જા કે બંને બોટનો સંપર્ક થઈ જતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. શિયાળબેટની બે બોટનો સંપર્ક ન થતા તંત્રને જાણ કરવામાં આવી હતી. શિયાળબેટની લીરૂબેન કરણાભાઈ બાળધીયાની માલિકીની ધનવંતી બોટ અને રમેશભાઈ ગોલણભાઈ શિયાળની માલિકીની લક્ષ્મીપ્રસાદ નામની બોટ નં.જીજે-૧૪- ૧ર૩૪નો સંપર્ક ન થતા લાપતા બની હતી. બંને બોટમાં ૯ ખલાસીઓ હતા. જા કે શોધખોળના અંતે ધનવંતી અને લક્ષ્મીપ્રસાદ નામની બોટની ભાળ મળતા તેને ખલાસીઓ સાથે પરત લાવવામાં આવી હતી. અગાઉ છેલ્લા ર૪ કલાકથી બે બોટમાંથી ૧૧ ખલાસીઓને શોધવા માટે કોસ્ટગાર્ડના જહાજ, હેલિકોપ્ટર દ્વારા પત્તો મેળવવામાં આવી રહ્યો છે. આ ખલાસીઓનો હજુ પત્તો લાગ્યો નથી.
જાફરાબાદની એક બોટ ખલાસી વગર દહાણુ પાસે દરિયામાં તરી રહી છે
જાફરાબાદની તમામ બોટ સુરક્ષિત રીતે કિનારે આવ્યા બાદ કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું હતું કે, જાફરાબાદની એક બોટ ખલાસીઓ વગર દહાણુ પાસેના દરિયામાં તરી રહી છે. જા કે આ બોટમાં કોઈ ખલાસીઓ ન હોવાથી ચિંતાની વાત નથી. પરંતુ આ બોટને પણ પરત લાવવાના પ્રયાસો કરવામાં આવશે.
જાફરાબાદની તમામ બોટ સુરક્ષિત પરત ફરી
જાફરાબાદ સહિત તાલુકાની કુલ ૭૦૦થી વધુ બોટ આવેલી છે. જેમાં દરિયામાં કરંટ જાવા મળતા તમામ બોટને પરત ફરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેમાં પરત ફરતી વખતે ત્રણ બોટે જળસમાધિ લીધી હતી. જ્યારે જે બોટ દરિયામાં ગયેલી હતી તેમાંની તમામ બોટ બુધવારે વહેલી સવાર સુધીમાં પરત ફરી હતી. જેથી હવે અન્ય કોઈ બોટ દરિયામાં ન હોય જેના કારણે અન્ય બોટ દ્વારા પણ લાપતા થયેલા માછીમારોને શોધવા માટે રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યુ છે.







































