બોલિવુડની બ્યૂટી ક્વીન કેટરીના કૈફ ૪૦ વર્ષની થઈ ગઈ છે. તેણે ૧૬ જુલાઈએ પોતાનો બર્થ ડે મુંબઈની ભીડભાડથી દૂર કોઈ શાંત સ્થળ પર સેલિબ્રેટ કર્યો હતો. બર્થ ડે પર તેને અનુષ્કા શર્મા, કરીના કપૂરથી લઈને અર્જુન કપૂર અને વરુણ ધવન સુધીના કલાકારોએ શુભેચ્છાનો વરસાદ કર્યો હતો તેમજ તેની સાથેની તસવીર પણ શેર કરી હતી. પરંતુ આ બધામાં તેના માટે કોઈ સ્પેશિયલ વિશ હોય તો તે હતી પતિ વિકી કૌશલની. જેણે વેકેશનની ઝલક દેખાડતી તસવીરો શેર કરી હતી. જણાવી દઈએ કે, પ્રોફેશનલ લાઈફમાં વધારે વ્યસ્ત રહેતું આ કપલ હાલ એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યું છે. બંને ૧૫ જુલાઈએ જ વેકેશન માટે રવાના થયા હતા. વિકી કૌશલે જે તસવીરો શેર કરી હતી, તે યાટમાં Âક્લક કરવામાં આવી હશે તેમ લાગી રહ્યું છે. પહેલી તસવીરમાં બંને એકબીજાની આંખમાં ખોવાયેલા છે. બંને સામસામે જાઈ રહ્યા છે. કેટ એક હાથથી પોતાના વાળ સરખા કરી રહી છે, તો બીજા હાથ વિકીના દિલ પર રાખ્યો છે. જ્યારે વિકીએ એક હાથ કેટના ખભા પર તો એક હાથ કમર ફરતે વીંટાળ્યો છે. બીજી તસવીરમાં વિકીનું ધ્યાન બીજે છે તો કેટ શરમાઈ રહી છે. આ બંને તસવીરો ખૂબ જ સુંદર છે. ‘બર્થ ડે ગર્લ’એ યલ્લો કલરનું આઉટફિટ પહેર્યું છે તો વિકી વ્હાઈટ શર્ટ અને ડેનિમમાં હેન્ડસમ લાગી રહ્યો છે. આ સાથે ‘રોજ તારા જાદુથી અંજાઈ જાઉ છું. હેપ્પી બર્થ ડે માય લવ’ લખ્યું છે અને ત્રણ રેડ હાર્ટ ઈમોજી મૂક્યા છે. રિતિક રોશને કોમેન્ટ કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. આ સિવાય સની કૌશલ, ફરાહ ખાન, ઝોયા અખ્તર, ભૂમિ પેડનેકર તેમજ રાશિ ખન્ના સહિતના સેલેબ્સે પણ બંનેની જાડી પર પ્રેમ વરસાવ્યો છે. ગત વર્ષે લગ્ન બાદનો પહેલો બર્થ ડે કેટરીના કૈફે માલદીવ્સમાં સેલિબ્રેટ કર્યો હતો. જેમાં વિકી કૌશલ અને તેના પરિવારના કેટલાક સભ્યો તેમજ ખાસ મિત્રો પણ સામેલ થયા હતા. ત્યારે બર્થ ડે વિશ કરતાં દિયર સની કૌશલે તે વેકેશનની તસવીર શેર કરી હતી અને લખ્યું હતું ‘મારા જીવનની સૌથી કૂલ વ્યક્તિને જન્મદિવસની શુભેચ્છા, ખૂબ બધો પ્રેમ અને ટાઈટ હગ’ તો સનીની ગર્લફ્રેન્ડ શરવરી વાઘે પણ લખ્યું હતું ‘હેપ્પી બર્થ ડે કેટ. તને ખૂબ પ્રેમ કરું છું. વર્ક ફ્રંટની વાત કરીએ તો, કેટરીના કૈફ પાસે પાઈપલાઈનમાં ત્રણ ફિલ્મ છે. જેમાંથી એક કબીર ખાનની ‘ટાઈગર ૩’ છે, તેમાં તેની સાથે સલમાન ખાન અને ઈમરાન હાશ્મી છે. આ સિવાય તે શ્રીરામ રાઘવનની ફિલ્મ ‘મેરી ક્રિસમસ’નો ભાગ છે, જેમાં તે પહેલીવાર સાઉથ સ્ટાર વિજય સેથુપથી સાથે સ્ક્રીન શેર કરે છે. ફરહાન અખ્તરની ગર્લ રોડ ટ્રિપ પર આધારિત ‘જી લે ઝરા’માં પણ લીડ રોલમાં દેખાશે. બીજી તરફ, વિકી કૌશલે હાલમાં જ ફિલ્મ ‘મેરે મહેબૂબ મેરે સનમ’નું શૂટિંગ પૂરું કર્યું છે, જેમાં તે સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખ સાથે ઈશ્ક ફરમાવશે. તેની ઝોળીમાં મેઘના ગુલઝારની ફિલ્મ ‘સેમ બહાદુર’ છે, જેના પોસ્ટ પ્રોડક્શનનું કામ હાલ ચાલી રહ્યું છે. આ સિવાય તે શાહરુખ ખાન સાથે રાજકુમાર હિરાનીના ડિરેક્શનમાં બનનારી ‘ડંકી’માં દેખાશે તેવી ચર્ચા છે.