ટીવી અભિનેત્રી દિશા વાકાણી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોથી ખુબ લોકપ્રિય થઈ. આ શોમાં તે દયાબેનની ભૂમિકા ભજવતી હતી જે જેઠાલાલની પત્ની છે. લગ્ન બાદ દિશા વાકાણીએ શોથી અંતર જાળવી લીધુ અને પર્સનલ લાઈફમાં વ્યસ્ત બની ગઈ. દિશા વાકાણીએ માતા બનવાનો નિર્ણય લીધો હતો અને ખુબ ઈન્તેજાર બાદ પણ તે શોમાં પાછી ફરી નહીં. ફેન્સને લાગતું હતું કે કદાચ દિશા મેટર્નિટી લીવ બાદ શોમાં પાછી ફરશે. પરંતુ એવું શક્ય બન્યું નહીં. હાલમાં જ અભિનેત્રીની કેટલીક તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ છે. જેમાં તે બાળક સાથે જાવા મળી છે. અભિનેત્રી આ તસવીરમાં ખુબ બદલાયેલી જાવા મળે છે. તેનું વજન વધી ગયું છે જેનો અંદાજા તેનો ચહેરો જાઈને લાગી રહ્યો છે. નોંધવા જેવી વાત એ છે કે દિશા વાકાણીની આ તસવીર પર તેના પતિને ખુબ ટ્રોલ કરવામાં આવ્યો છે. કમેન્ટ સેક્શનમાં અનેક લોકોએ દિશાની કરિયર બર્બાદ થવા બદલ તેના પતિને જવાબદાર ઠેરવ્યો છે. એક યૂઝરે કમેન્ટ સેક્શનમાં લખ્યું કે તેના પતિએ જ તેની કરિયર બરબાદ કરી નાખી. એક અન્ય યૂઝરે લખ્યું કે પતિ અને બાળકમાં જ ગૂંચવાઈને રહી ગઈ. આ જ રીતે એક યૂઝરે કમેન્ટ કરી કે પરિવારના કારણે કરિયર જતી રહી. આ પ્રકારની કમેન્ટ લોકો કરી રહ્યા છે અને દિશા વાકાણીના પતિને તેની કરિયર બરબાદ કરવા માટે જવાબદાર ઠેરવી રહ્યા છે.