૩૧ ડિસેમ્બરની ઉજવણી અગાઉ દરિયાઇ માર્ગે દમણથી આવતો અને ચોરવાડ તરફ જતો દારૂનો જંગી જથ્થો હોડીમાંથી પકડાયો હતો. પોલીસને મળેલ સંયુકત બાતમી આધારે સોમનાથ મરીન પો.સ્ટે. દરિયાઇ વિસ્તારમાં હોડીમાં રેઇડ કરીને પકડાયેલા અને ફરાર ઇસમો વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેમાં કુલ રૂ. ૧૨,૨૯,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરેલ હતો. પકડાયેલા બે ઇસમો મૂળદ્વારકાના રહેવાસી છે, જ્યારે કોડીનાર પંથકના ચાર અને દમણના અજાણ્યા છ શખ્સો ફરાર છે. પકડાયેલાઓમાં આરીફ ગફુરભાઇ ભેંસલીયા મચ્છીયારા અને ઇદરીશ અલ્લારખાં મુલ્તાનીનો સમાવેશ થાય છે. જ્યારે ગફુર ઉર્ફે બેરલો જુશબ ભેંસલીયા રહે.મૂળદ્વારકા, ક્રિશ ઉર્ફે કારીયો બાલુભાઇ કામળીયા રહે. કોડીનાર, નિતેશ દાનાભાઇ ભાલીયા રહે.કોડીનાર, મોસીન ઉર્ફે તાવડે મન્સુરી રહે.કોડીનારને પકડવાના બાકી છે.