હમણાં બે ઘટનાક્રમો થયા. એક તરફ, સંઘના સરકાર્યવાહ (મહા મંત્રી) દત્તાત્રેય હોસબોળેજીએ કહ્યું કે ભારતને ભારત તરીકે જ બોલાવવું જોઈએ. તો પછી ‘કાન્સ્ટિટ્યૂશન આૅફ ઇન્ડિયા’, ‘રિઝર્વ બૅન્ક આૅફ ઇન્ડિયા’ તરીકે કેમ બોલાવાય છે? જી-૨૦ શિખર પરિષદ વખતે રાષ્ટ્રપતિ ભવન અને વડાપ્રધાન તરફથી અપાયેલી આમંત્રણપત્રિકામાં અંગ્રેજી ભાષામાં ભારત લખાયેલું હતું. અંગ્રેજીમાં કાન્સ્ટિટ્યૂશન આૅફ ઇન્ડિયા છે અને હિન્દીમાં ભારત કા સંવિધાન. કાન્સ્ટિટ્યૂશન આૅફ ઇન્ડિયા, રિઝર્વ બૅન્ક આૅફ ઇન્ડિયા, આવું કેમ છે? જો દેશનું નામ ભારત હોય તો માત્ર ભારત જ હોવું જોઈએ.”
તેમણે એમ પણ કહ્યું કે ભારતીયોએ મોગલ કાળમાં ક્યારેય લઘુતાગ્રંથિ નથી અનુભવી પરંતુ બ્રિટિશરોએ અંગ્રેજી સંસ્કૃતિ શ્રેષ્ઠ છે તેવું ભારતીયોના મગજમાં ઠસાવી દીધું છે.”
આની સામે આસામના આૅલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના ધારાસભ્ય અને મહા મંત્રી ડા. હાફિઝ રફિકુલ ઇસ્લામે કહ્યું કે “(દત્તાત્રેયજીનું) નિવેદન ઘૃણાથી ભરપૂર છે. આપણે આપણા દેશને ભારત, ઇન્ડિયા અને હિન્દુસ્તાન ગર્વ સાથે કહીએ છીએ.” જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ પણ આ જ કહ્યું કે, “આપણે આપણા દેશને ભારત, ઇન્ડિયા અને હિન્દુસ્તાન કહીએ છીએ. જેને જે નામે દેશને બોલાવવો હોય તે નામે બોલાવી શકે છે. આપણે ઇન્ડિયન ઍરફાર્સ, ઇન્ડિયન આર્મી કહીએ છીએ અને આપણે ‘સારે જહાં સે અચ્છા, હિન્દુસ્તાન હમારા’ ગાઈએ છીએ.”
સીપીઆઈના સાંસદ પી. સંતોષકુમારે મુદ્દાની વાત કરી. “તો પછી તેમને કહો કે આરએસએસ દૂર કરે. આ બધા અંગ્રેજી આદ્યાક્ષરો છે. તેમના નામમાં અંગ્રેજી આદ્યાક્ષરો શું કામ રાખે છે? શું આ હિન્દી મૂળાક્ષરો છે? બંધારણનો અનુચ્છેદ ૧ સ્પષ્ટ રીતે દેશનું નામ કહે છે. ભારતમાં આને વિવાદનો વિષય બનાવવામાં કોઈ સાર નથી.”
જમ્મુ-કાશ્મીરના વિપક્ષના નેતા અને ભાજપના ધારાસભ્યો સુનિલ શર્માએ દત્તાત્રેયજીના નિવેદનને સમર્થન આપતા કહ્યું કે ઇન્ડિયાને સત્તાવાર રીતે ભારત તરીકે બોલાવવું જોઈએ. આ શબ્દ ભારતના સમૃદ્ધ સંસ્કૃતિ અને સભ્યતાનો પરિચાયક છે.
દત્તાત્રેયજીની વાત સાચી છે અને ભાજપને વારંવાર યાદ અપાવતા રહેવું પડે છે. એમાં કોઈ શંકા નથી કે મોદીજીના આવ્યા પછી ગુડગાંવનું ગુરુગ્રામ, અલ્હાબાદનું પ્રયાગરાજ, ફૈઝાબાદ જિલ્લાનું અયોધ્યા જિલ્લો, રાજપથનું કર્તવ્યપથ થયું છે. પરંતુ આ પ્રક્રિયા બહુ ધીમી છે. જી-૨૦ શિખર પરિષદ વખતે આમંત્રણપત્રિકાના સમાચાર જાણીને ભારતપ્રેમીઓમાં ઉત્સાહ જાગ્યો હતો. લોકોનું સમર્થન પ્રાપ્ત થયું હતું જે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીનાં પરિણામોરૂપે પણ પડઘાયું હતું પરંતુ મોદી સરકારે એ મુદ્દો છેડીને કોરાણે મૂકી દીધો.
સંઘનું કામ મોદી સરકારને ભારતીય સંસ્કૃતિ, ભાષા અને વારસા પર વારંવાર સ્મરણ આપવાનું છે. દત્તાત્રેયજીએ એ જ કર્યું છે. ખરેખર તો જે રીતે સ્વતંત્રતાપ્રાપ્તિ પછી શ્રીલંકાએ પોતાનું નામ સિલોનમાંથી શ્રીલંકા કરી નાખ્યું તે જ રીતે ભારતનું નામ ભારત ૧૯૪૭માં થઈ જવું જોઈતું હતું પરંતુ સ્વતંત્રતાનાં ૭૭ વર્ષ પછી પણ આ માગણી હજુ કરવી પડે છે તે કેવી દુઃખની વાત છે. તુર્કીએ ત્રણ વર્ષ પહેલાં પોતાનું નામ તુર્કિયે કરી નાખ્યું. બર્માનું મ્યાંમાર ઈ. સ. ૧૯૮૯માં થઈ ગયું. પર્શિયા ઈ. સ. ૧૯૩૫માં ઈરાન થઈ ગયું. સિઆમનું નામ ઈ. સ. ૧૯૩૯માં થાઇલેન્ડ થઈ ગયું. સામ્યવાદીઓએ કમ્બોડિયા (મહર્ષિ કમ્બ પરથી આ નામ પડ્યું છે)નું ઈ. સ. ૧૯૭૫માં ડેમોક્રેટિક કમ્પૂચિયા કર્યું હતું પરંતુ ઈ. સ. ૧૯૯૩માં દેશનું નામ ફરી કમ્બોડિયા થઈ ગયું. હાલેન્ડ ઈ. સ. ૨૦૨૦માં નેધરલેન્ડ્સ થઈ ગયું. આઈરિશ ફ્રી સ્ટેટ ઈ. સ. ૧૯૩૭માં આયર્લેન્ડ થઈ ગયું હતું. ઈ. સ. ૨૦૧૮માં આફ્રિકાના સ્વાઝિલેન્ડનું નામ એસ્વાતિની કરી નાખવામાં આવ્યું. એક સમયે ઝિમ્બાબ્વેનું નામ રહાડેશિયા હતું જે દાસતાનું પ્રતીક હતું. તે બદલીને ઝિમ્બાબ્વે કરી નખાયું હતું.
વિચાર કરો કે એસ્વાતિની, એક નાનકડો દેશ મ્યાંમાર, ઝિમ્બાબ્વે, આયર્લેન્ડ, કમ્બોડિયા, શ્રીલંકા વગેરે પોતાનાં મૂળ નામ સ્વતંત્રતા પ્રાપ્ત થાય પછી બદલી શકે છે પરંતુ ભારતનું નામ ભારત કરવામાં આપણા દેશના વિપક્ષોને વાંધો છે.
અને છેલ્લા કેટલાક સમયથી હિન્દી અને પ્રાદેશિક મીડિયામાં પણ ઇન્ડિયા શબ્દ વાપરવાનું ચલણ વધ્યું છે. ખાસ કરીને હવે તો અંગ્રેજી શબ્દો છૂટથી વપરાય છે તેથી ઇન્ડિયન ઍર ફાર્સ કા શાનદાર શા આવું હેડિંગ આપે છે. ટીમ ઇન્ડિયાને કર દિખાયા કમાલ. એટલું જ નહીં, પણ રામન લિપિ (સ્ક્રિપ્ટ) એટલે કે અંગ્રેજી જે લિપિમાં લખાય છે તે લિપિમાં ઁસ્ ર્સ્ઙ્ઘૈ લખવું, ્ીટ્ઠદ્બ ૈંહઙ્ઘૈટ્ઠ દ્યક્રહ્રબ્ગ· ઙ્ગેંટ્ટ પટ્ટભ. આમ, એક તરફ અંગ્રેજી અને બીજી તરફ ઉર્દૂ આવાં હેડિંગ વધતા જાય છે અને આ રીતે ભારતીય ભાષાઓ નામશેષ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.
એ તો ઠીક, પણ હવે સંસ્થાઓનાં નામો પણ અંગ્રેજી આદ્યાક્ષરો પ્રમાણે જ લખાય છે. એક સમય હતો કે હિન્દી મીડિયામાં પણ બીએસએફ માટે સીમા સુરક્ષા દળ લખાતું હતું. હવે બીએસએફ જ લખાય છે. બીસીસીઆઈ માટે ભારતીય ક્રિકેટ કંટ્રાલ બાર્ડ લખાતું હતું. સર્વોચ્ચ ન્યાયાલયના બદલે હવે જીઝ્ર જ હિન્દીમાં લખાય છે. અને આવાં નવાં-નવાં ટૂંકા રૂપવાળા શબ્દો વધી રહ્યા છે. જો પત્રકારોની પરીક્ષા લેવામાં આવે તો બીએસએફ, સીઆરપીએફ, બીસીસીઆઈ, સીબીઆઈ, રા, ડીઆરડીઓ વગેરે અનેક સંસ્થાઓનાં પૂરાં નામ કદાચ કેટલા કહી શકશે તે પ્રશ્ન છે.
એ તો ચાલો માન્યું કે અંગ્રેજોએ ભારતને ઇન્ડિયા નામ આપ્યું અને આજ સુધી તે ચાલ્યું આવે છે. તેમાં અટલજીની છ વર્ષ ચાલેલી સરકાર અને મોદીજીની અગિયાર વર્ષથી ચાલતી સરકાર પણ આવી ગઈ. પરંતુ નવાં નામ અંગ્રેજીમાં શા માટે અપાય છે? દા. ત. અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રાડ છે તેનું એસ. પી. રિંગ રાડ કહે છે. ભાવનગરમાં આવા રસ્તાને શહેર ફરતી સડક કહેવાતી હતી. સ. પ. સડક શા માટે ન કહી શકાય? અગાઉ બધા મહાનુભાવો પોતાનાં નામો ટૂંકમાં ભારતીય ભાષા પ્રમાણેના આદ્યાક્ષરો પ્રમાણે લખતા હતા. દા. ત. લેખક લાભશંકર ઠાકર ટૂંકમાં લા. ઠા. તરીકે ઓળખાય છે. મરાઠી લેખક પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડે પુ. લ. દેશપાંડે તરીકે જ ઓળખાય છે. મહાન વિદ્વાન કેશવરામ કાશીરામ શાસ્ત્રી કે. કા. શાસ્ત્રી તરીકે વધુ ખ્યાત છે.
તાજેતરમાં કાંકરિયા પરિસરમાં બાલવાટિકાનું નામ ચાચા નહેરુ બાલવાટિકા અપાયું હતું. તેને બદલીને ભાજપે બાલવાટિકા ફન કાર્નિવલ કરી નાખ્યું. આ ફન કાર્નિવલ શા માટે? કરવેરાનું નામ જીએસટી શા માટે? જેમ સીઆરપીસીનું નામ ન્યાય સંહિતા કરાયું તેમ જીએસટીનું નામ પણ ભારતીય રાખી શકાયું હોત. પરંતુ આપણે ત્યાં રમણલાલ નીલકંઠ જેવા લેખકોએ ભદ્રંભદ્ર પાત્ર સર્જી અને રેલગાડીનું લોહપથગામિની જેવા અઘરા અનુવાદો આપીને તેને હાસ્યાસ્પદ બનાવી દઈ ગુજરાતીઓમાં જેમ લઘુતાગ્રંથિ સર્જી દીધી કે અંગ્રેજી કે અન્ય ભાષાના શબ્દોને બદલે આપણે મૌલિક નામો અને અનુવાદનું વિચારીએ જ નહીં તેવું સમગ્ર ભારતમાં થયું છે. ભારતનું ભારત કરવામાં વિપક્ષો વિરોધ કરી રહ્યા છે.
અને સીપીઆઈના સંતોષકુમારે પણ ટોણો બરાબર માર્યો છે કે સંઘને આરએસએસ કેમ કહેવામાં આવે છે? ‘૯૦ના દાયકા સુધી સંઘના લોકો પણ સંઘને રા. સ્વ. સંઘ તરીકે જ લખતા અને બોલતા હતા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું અ. ભા. વિ. પ. હતું. વિશ્વ હિન્દુ પરિષદનું વિ. હિ. પ. હતું. ભારતીય જનતા પક્ષ નામ રાખવા પાછળ અટલજી-અડવાણીજી-મુરલી મનોહર જોશી-કુશાભાઈ ઠાકરે-કે.આર. મલકાણી, સુંદરસિંહ ભંડારી વગેરેનો ઉદ્દેશ્ય ભારતીય ભાષાને ઝળકાવવાનો હતો, નહીંતર કેજરીવાલે જેમ આમ આદમી પાર્ટી રાખ્યું તેમ ભારતીય જનતા પાર્ટી રાખી શકાયું હોત. અને એટલે જ તે બધાના આગ્રહથી જ આ પક્ષ આજે ભા.જ.પ. તરીકે ઓળખાય છે. જોકે મોદી કાળમાં તે બીજેપી તરીકે વધુ ઓળખાય અને બોલાય છે. ભાજપવાળા પોતે પણ બીજેપી-બીજેપી કરે છે.
એ તો કરે કારણકે એ રાજકારણી છે તેમ વાહિયાત કારણ આપી શકાય, પરંતુ વિચારધારાને વરેલા હિન્દુવાદી સંગઠનો પોતાનાં નામો આરએસએસ, વીએચપી, એબીવીપી, બીએમએસ કેમ કહે છે તેવો ડાબેરી નેતા સંતોષકુમારનો ટોણો સાવ ફગાવી દેવા જેવો નથી. હિન્દુવાદી સંગઠનોના લોકોમાં પણ અંગ્રેજી-ઉર્દૂનું ચલણ વધ્યું છે. આજે ભારતીય બેઠક વ્યવસ્થા ગાયબ છે. ભોજનમાં પંગત ગાયબ છે. આ બધા પ્રશ્નો આવવાના છે.
આ લેખની શરૂઆત આપણે બે ઘટનાક્રમોની વાતથી કરી હતી. બીજો ઘટનાક્રમ છે- દિલ્લીમાં ભાજપના પ્રધાનોએ પોતે તુગલક લેન નામના રસ્તા પર રહેતા હોય તો પોતાના સરનામામાં ‘સ્વામી વિવેકાનંદ માર્ગ’ કરી નાખ્યું. આ પણ જી-૨૦ની આમંત્રણપત્રિકા જેવો જ એક કાંકરીચાળો છે. કરવું હોય તો સત્તાવાર કરી નાખો ને? આ રીતે ભ્રમમાં શું કામ નાખો છો? અને આવું કટકે-કટકે શા માટે? ૧૯૮૭થી અમદાવાદનું કર્ણાવતી કરવાની વાત થઈ. એનડીએ શાસનમાં અડવાણીજીએ પણ આ માગ ફગાવી દીધી હતી. તે વખતે એવું કારણ અપાતું હતું કે મોરચા સરકાર છે તેથી ન થઈ શકે અને હવે એવું કારણ અપાય છે કે અમદાવાદને વારસા શહેરનો (હેરિટેજ સિટી)નો દરજ્જો મળ્યો છે તે જતો રહે. જતો રહે તો જતો રહે. ગુજરાતનું બજેટ અધધ હોવાનું ગૌરવ લો છો તો પછી હેરિટેજ સિટી માટે મળતા ફંડ માટે સંયુક્ત રાષ્ટ્રો પર શા માટે નિર્ભર રહેવું છે? આ જ રીતે દિલ્લીમાં તારિક ફતેહ ન હોત તો ઔરંગઝેબ માર્ગનું નામ પણ કલામ માર્ગ ન થયું હોત. દિલ્લીમાં હજુ પણ હુમાયૂં માર્ગ, વી. કે. મેનન માર્ગ, લોદી માર્ગ, શાહજહાં માર્ગ છે.
આનંદની વાત એ છે કે ઇન્ડિયન બુદ્ધિસ્ટ એસોસિએશને ૧૧ માર્ચે જ મોગલોનાં નામવાળા રસ્તાનાં નામ બદલવાની માગણી કરી છે અને જો તેમ નહીં થાય તો રસ્તાનાં નામસૂચક પાટિયાં કાળાં કરી નાખવા ધમકી આપી છે. ‘છાવા’ ફિલ્મ જોયા પછી દિલ્લીમાં કેટલાક યુવાનોએ અકબર માર્ગ અને હુમાયૂં માર્ગનાં નામપ્રદર્શક પાટિયાં કાળાં કરી નાખ્યાં હતાં. હવે તો દિલ્લીમાં પણ ભાજપ સરકાર છે. જ્યાં-જ્યાં ભાજપ સરકારો છે ત્યાં-ત્યાં નામો એકસામટા બદલી નાખો. અભિનેતા ઋષિ કપૂરે તો ૨૦૧૬માં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે અનેક રસ્તાઓનાં નામ ગાંધી પરિવારના સભ્યોનાં નામ પરથી કેમ છે?
આજે પણ ગુજરાતમાં વિધાનસભા જવું હોય તો ઇન્દિરા ગાંધી માર્ગ પરથી જવું પડે છે. ઇન્દિરા ગાંધી નેશનલ આૅપન યુનિવર્સિટી છે. ભારતના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય હેઠળ આવતા સંગઠનનું નામ નહેરુ યુવા કેન્દ્ર સંગઠન છે ! આ જ મંત્રાલય હેઠળ એક બીજી સંસ્થાનું નામ છે- રાજીવ ગાંધી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ આૅફ યૂથ ડેવલપમેન્ટ.
એ તો ઠીક પણ અંગ્રેજોએ કેટલાંક શહેરો અને અટકોનાં નામો અંગ્રેજીમાં બગાડી નાખ્યાં હતાં. જેમ કે મેરઠનું લખાય છે. (રાઠોડ)નું (રાઠોર)લખાય અને બોલાય છે. રાવડી રાઠોડ ફિલ્મ જોશો તો અક્ષયકુમાર રાથોર બોલે છે કારણકે તેમને હિન્દી ભાષાના સંવાદો રામન લિપિમાં અપાય છે અને ઉચ્ચાર બાબતે ઉર્દૂ શબ્દોમાં ખ અને ઘ ગળામાંથી થૂક નીકળે તેમ બોલવું જોઈએ તેનું જેટલું ધ્યાન રખાય છે તેટલું ધ્યાન હિન્દી બાબતે નથી રખાતું. છત્તીસગઢ ઝ્રરરટ્ઠંંજખ્તટ્ઠરિ તરીકે લખાય છે. અનેક હિન્દુવાદીઓ પણ મુંબઈના બદલે બામ્બે અને વડોદરાના બદલે બરોડા બોલવામાં ગૌરવ લે છે. અમદાવાદમાં ચીમનભાઈ પટેલ અને પ્રબોધ રાવલ નામના કાંગ્રેસના ૮૦-૯૦ના દાયકાના દિગ્ગજ નેતાઓના નામે બ્રિજ હોઈ શકે છે પરંતુ મોટેરા સ્ટેડિયમનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરાયું તો વિપક્ષો તો ઠીક, ગુજરાતી સેક્યુલર પત્રકારોના પેટમાં પણ તેલ રેડાયું હતું. આટલા મોટા સાહિત્યકાર, બંધારણના ઘડવૈયા પૈકીના એક, રાષ્ટ્રવાદી કનૈયાલાલ મુન્શી, સાહિત્યકાર-તંત્રી હરકિશન મહેતા, હરીન્દ્ર દવે, વિચારકો-સંગઠકો દત્તોપંતજી ઠેંગડી અને નાનાજી દેશમુખ, જનસંઘના આદ્ય નેતાઓ પૈકીના વસંત ગજેન્દ્ર ગડકર, નાથાલાલ ઝઘડા વગેરેનાં નામો પરથી યોજના, રસ્તા, સંસ્થાનાં નામો કેમ ન હોઈ શકે? જે લોકો કહે છે કે નામમાં શું રાખ્યું છે, તેઓ નામ બદલીને (અને બગાડીને) બેઠા છે તે ભૂલવું ન જોઈએ અને ફરી સત્તામાં આવશે તો ઉલટું મોગલો-અંગ્રેજો અને ગાંધી પરિવારનાં નામ પરથી નામો વધશે જ.