હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૨૪ કલાક ગુજરાત માટે ભારે છે. આગામી ૨૪ કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત પર લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. રાજ્યના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે. આગામી ૪૮ કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. તેમજ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. એટલું નહીં આગાહી ૩૬ કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે રહેશે તેવું જણાવ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી ૩૬ કલાકમાં ભારે વરસાદ વરસી શકે છે.