ભારતીય ટીમની દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણી પૂર્ણ થઈ ગઈ છે. ટીમે ૨-૧ થી શ્રેણી જીતી. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ વનડે શ્રેણીમાં ભારતીય ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું, ટીમની શ્રેણી જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી. ટીમ ઈન્ડીયા ૨૦૨૫ માં કોઈ વનડે શ્રેણી રમશે નહીં, અને આગામી વનડે શ્રેણી સીધી ૨૦૨૬ માં રમાશે.ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ જાન્યુઆરી ૨૦૨૬ માં ભારતનો પ્રવાસ કરશે. તેઓ પહેલા ત્રણ વનડેની શ્રેણી રમશે, ત્યારબાદ પાંચ મેચની ટી ૨૦ શ્રેણી રમશે. ભારતીય ટીમ ૧૧ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ બરોડા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ન્યુઝીલેન્ડ સામે વનડે શ્રેણીનો પહેલો મેચ રમશે. બીજી વનડે ૧૪ જાન્યુઆરીએ રાજકોટ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. શ્રેણીનો અંતિમ અને ત્રીજા મેચ ૧૮ જાન્યુઆરીએ ઇન્દોર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે.ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણેય વનડે મેચો   બપોરે ૧:૩૦ વાગ્યે શરૂ થશે. આ મેચો માટે ટોસ અડધો કલાક પહેલા બપોરે ૧ઃ૦૦ વાગ્યે થશે. વનડે શ્રેણી પછી, ટીમ ઈઈન્ડીયા ટી ૨૦  શ્રેણી રમશે, જે ૨૦૨૬ ના ટી ૨૦ વર્લ્ડ કપ માટે તેમની તૈયારીઓને મજબૂત બનાવશે.ભારતે દક્ષિણ આફ્રિકા સામેની પહેલી વનડે ૧૭ રનથી જીતી હતી. ત્યારબાદ દક્ષિણ આફ્રિકાએ બીજી મેચમાં એડન માર્કરામની સદીની મદદથી ચાર વિકેટથી જીત મેળવી હતી. ત્યારબાદ શ્રેણી ૧-૧ થી બરાબર થઈ ગઈ હતી. ત્રીજી મેચમાં,  યુવા ભારતીય બેટ્‌સમેન યશસ્વી જયસ્વાલે સદી અને ૧૧૬ રન બનાવ્યા હતા. વિરાટ કોહલી (૬૫ રન) અને રોહિત શર્મા (૭૫ રન) એ પણ અડધી સદી ફટકારી હતી. આ ખેલાડીઓએ ભારતીય ટીમની જીતમાં ફાળો આપ્યો હતો.વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેણે બે સદી અને એક અડધી સદી ફટકારી હતી, કુલ ૩૦૨ રન બનાવ્યા હતા. આ પહેલી વાર હતું જ્યારે કોહલીએ ત્રણ મેચની વનડે શ્રેણીમાં ૩૦૦ થી વધુ રન બનાવ્યા હતા. તેને તેના ઉત્તમ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ આપવામાં આવ્યો હતો.