ત્રણ અઠવાડિયા પહેલા દક્ષિણ આફ્રિકામાં બંદૂકધારીઓ દ્વારા શાળાએ જતા સમયે અપહરણ કરાયેલા ભારતીય મૂળના ઉદ્યોગપતિના ચાર પુત્રો તેમના માતા-પિતા પાસે સુરક્ષિત પરત ફર્યા છે.પોલીસે જણાવ્યું હતું કે પોલોકવેનમાં રહેતા વેપારી નાઝિમ મોતીના પુત્રો ઝિદાન (૭), ઝાયેદ (૧૧), એલન (૧૩) અને ઝિયા (૧૫) સુરક્ષિત રીતે પરત ફર્યા છે.
થોડા દિવસો પહેલા સફેદ ઝભ્ભો પહેરેલા સાત હથિયારધારી શખ્સોએ આ બાળકોનું બે વાહનોમાં અપહરણ કર્યું હતું. બદમાશોએ ૨૧ ઓક્ટોબરના રોજ શાળાએ જતા રસ્તામાં તેની કાર રોકીને આ ઘટનાને અંજોમ આપ્યો હતો અને ડ્રાઈવરને કોઈ નુકસાન પહોંચાડ્યું ન હતું.
પોલીસ પ્રવક્તા વિશ નાયડુએ જણાવ્યું હતું કે પોલીસને પ્રિટોરિયાના ત્શ્વેનના રહેવાસીઓનો ફોન આવ્યો હતો, જેમણે કહ્યું હતું કે ચાર બાળકો તેમના ઘરે પહોંચ્યા હતા અને કહ્યું હતું કે તેઓને નજીકની શેરીમાં ત્યજી દેવામાં આવ્યા છે. બાળકોને તેમના માતા-પિતાને સોંપતા પહેલા તેમની તબીબી તપાસ કરવામાં આવી હતી. તેની તબિયત સારી છે અને તેને તેના માતા-પિતાને સોંપવામાં આવ્યાદ છે.