ભારત સામેની મહિલા વનડે વર્લ્ડ કપ મેચમાં દક્ષિણ આફ્રિકાની સ્પિનર નોનકુલુલેકો મ્લાબાએ સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ આઇસીસીએ તેને આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ ઠપકો આપ્યો છે. ક્રિકેટની વૈશ્વિક ગવ‹નગ બોડી,આઇસીસીએ પણ મલાબાના ખાતામાં એક ડિમેરિટ પોઈન્ટ ઉમેર્યો છે. હકીકતમાં, આ કાર્યવાહી તેમની સામે આચારસંહિતાના લેવલ ૧ ઉલ્લંઘન બદલ કરવામાં આવી છે.
આઇસીસીએ એક નિવેદન જારી કરીને કહ્યું, “મલાબાને ખેલાડીઓ અને ખેલાડી સહાયક કર્મચારીઓ માટે આઇસીસી આચારસંહિતાના કલમ ૨.૫ ના ઉલ્લંઘન બદલ દોષિત ઠેરવવામાં આવ્યા છે, જે આંતરાષ્ટ્રીય મેચ દરમિયાન અપમાનજનક ભાષા, ક્રિયાઓ અથવા હાવભાવનો ઉપયોગ કરવા અથવા બેટ્સમેનના આઉટ થવા પર આક્રમક પ્રતિક્રિયા આપવા સંબંધિત છે.” મલાબાને ઠપકો આપવામાં આવ્યો છે અને તેના શિસ્ત રેકોર્ડમાં એક ડિમેરિટ પોઈન્ટ ઉમેરવામાં આવ્યો છે, કારણ કે ૨૪ મહિનાના સમયગાળામાં આ તેમનો પહેલો ગુનો હતો.
આ ઘટના ભારતની ઇનિંગની ૧૭મી ઓવરમાં બની હતી, જ્યારે મલાબાએ હરલીન દેઓલને આઉટ કર્યા પછી બેટ્સમેનને પેવેલિયન પાછા ફરવાનો સંકેત આપ્યો હતો. ગુરુવારે મહિલા વર્લ્ડ કપ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને ત્રણ વિકેટથી હરાવ્યું.










































