આઇપીએલ ૨૦૨૨ની સમાપ્તિ બાદ હવે દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતનો પ્રવાસ કરશે આ પ્રવાસ દરમિયાન બંન્ને ટીમોની વચ્ચે પાંચ ટી ૨૦ મેચોની શ્રેણી રમાશે.આ સીરીજની પહેલી મેચ જીતતા જ ભારતીય ટીમ ઇતિહાસ રચી દેશે.ભારતીય ટીમે અત્યાર સુધી સતત ૧૩ ટી ૨૦ મુકાબલા જીત્યા છે જા ટીમ ઇન્ડિયા દક્ષિણ આફ્રિકાને પહેલી મેચમાં હરાવી દે તો આ ટીમની ૧૩મી સતત જીત હશે આ સાથે જ ભારત ઇતિહાસમાં સૌથી વધુ સતત ટી ટવેન્ટી મુકાબલો જીતવાનો રેકોર્ડ પોતાના નામે કરી લેશે
આ સીરીજ પહેલા દક્ષિણ આફ્રિકાનું પક્ષ મજબુત છે ભારતે દક્ષિણ આફ્રિકાની વિરૂધ્ધ પહેલા કયારેય પણ ઘરેલુ ટી ટવેન્ટી સીરીજ જીતી નથી બંન્ને દેશો વચ્ચે પહેલીવાર પાંચ મેચોની ટી ટવેન્ટી સીરીજ રમાઇ રહી છે.આ પહેલા બે વાર દક્ષિણ આફ્રિકાની ટીમ ભારત પ્રવાસે આવી છે પરંતુ બંન્ને વાર ભારત સીરીજ જીતી શકી નથી હવે ત્રીજી વાર દક્ષિણ આફ્રિકા ભારત પ્રવાસ પર છે આવામાં ભારતની પાસે દક્ષિણ આફ્રિકાની વિરૂધ્ધ પહેલીવાર ઘરેલુ ટી ટવેન્ટી સીરીજ જીતવાની તક હશે
પહેલીવાર ૨૦૧૫-૧૬માં દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતના પ્રવાસે આવી ત્યારે ત્રણ મેચોની ટી ટવેન્ટી સીરીજ રમી હતી તેમાં આફ્રિકાએ ૨-૦થી જીત હાંસલ કરી હતી જયારે બીજીવાર ૨૦૧-૨૦૨૦માં દક્ષિણ આફ્રિકા બીજીવાર ૨ મેચોની ટી ટવેન્ટી સીરીજ રમવા ભારત આવી હતી આ સીરીજ ૧-૧થી બરાબર રહી હતી.