ભારતીય ટીમને અહીં વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તક મળી હતી. જો ટીમ ઈન્ડિયા આ મેચ જીતી ગઈ હોત તો તે સતત ૧૩ ટી ૨૦ ઈન્ટરનેશનલ મેચ જીતનારી પ્રથમ ટીમ બની ગઈ હોત, પરંતુ દક્ષિણ આફ્રિકાએ આ મેચ જીતીને ભારતીય ટીમનું સપનું તોડી નાખ્યું હતું.ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની ટી ૨૦ શ્રેણીની પ્રથમ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં મુલાકાતી ટીમ દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે ૨૦ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ૨૧૧ રન બનાવ્યા હતા. આ રીતે હવે દક્ષિણ આફ્રિકાને જીતવા માટે ૨૧૨ રનનો ટાર્ગેટ છે. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ ૧૯.૧ ઓવરમાં ૩ વિકેટે ૨૧૨ રન બનાવીને મેચ જીતી લીધી હતી.
ડેવિડ મિલર અને રોસી ડુસેનના તોફાન સામે એક પણ ભારતીય બોલર કરી શક્યો નહીં. બંને બેટ્સમેનોએ અડધી સદી ફટકારી અને માત્ર ૧૦ ઓવરમાં ૧૩૧ રનની ભાગીદારી કરી. ૨૧૨નો મોટો ટાર્ગેટ આફ્રિકન ટીમે છેલ્લી ઓવરમાં હાંસલ કરી લીધો હતો અને તે ખૂબ જ સરળતાથી હાંસલ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું હતું.ડેવિડ મિલરે પોતાની ઇનિંગમાં માત્ર ૩૧ બોલ રમ્યા અને ૬૪ રન બનાવ્યા. આ દરમિયાન તેણે ૪ ફોર અને ૫ સિક્સર ફટકારી હતી. તેના સિવાય રોસી ડુસેને ૪૬ બોલમાં ૭૫ રન બનાવ્યા હતા, જેમાં તેણે ૭ ચોગ્ગા અને ૫ છગ્ગા ફટકાર્યા હતા.
ઓપનર ઈશાન કિશન અને રુતુરાજ ગાયકવાડે ભારતને સારી શરૂઆત અપાવી હતી. પાવરપ્લેમાં ભારતે ૫૦નો આંકડો પાર કર્યો. ભારતને પહેલો ફટકો રૂતુરાજ ગાયકવાડના રૂપમાં લાગ્યો હતો જે ૨૩ રન બનાવીને આઉટ થયો હતો. ઈશાન કિશને ૩૭ બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. કિશન ૪૮ બોલમાં ૭૬ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. શ્રેયસ અય્યર ૩૬ રન બનાવીને આગળ ગયો હતો. રિષભ પંત ૨૯ રન બનાવીને આઉટ થયો હતો. હાર્દિક પંડ્યા ૩૧ રને અણનમ પરત ફર્યો હતો.
ભારતીય ટીમ માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે જો ટીમ ઈન્ડિયા આ મેચ
જીતી જશે તો વર્લ્ડ રેકોર્ડ બની જશે. ભારતની ટીમ સતત ૧૩ -૨૦ ઇન્ટરનેશનલ મેચ જીતનારી વિશ્વની પ્રથમ ટીમ બનશે. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રિષભ પંત છે, કારણ કે કેએલ રાહુલ ઈજોના કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે અને નિયમિત કેપ્ટન રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે.