રાજુલાના વિકટર ગામે દંપતીમાં ઝઘડો થતાં પત્નીને મનમાં લાગી આવ્યું હતું. જેથી તેણે ગળાફાંસો ખાઈ લેતાં મરણ પામી હતી. બનાવ અંગે જેન્તીભાઈ જીકારભાઈ ગુજરીયાએ જાહેર કર્યા મુજબ, તેમની માતા પાનુબેન ઉર્ફે ભાનુબેનને તેના પિતા જીકારભાઈ ગુજરીયા સામે ઝઘડો થતાં બોલાચાલી થઈ હતી. જેથી મનમાં લાગી આવતાં ગળાફાંસો ખાઈ લેતાં મરણ પામ્યા હતા. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી.બી. જીંજાળા વધુ તપાસ કરી રહ્યા છે. વડીયાના ભુંખલી સાથળી ગામે રહેતા હરસુખભાઈ બધાભાઈ જાદવ (ઉ.વ.૪૨)ને નશો કરવાની આદત હતી. જે અંગે પરિવારે ઠપકો આપતાં મનમાં લાગી આવ્યું હતું. જેથી ઝેરી દવા પી જતાં મરણ પામ્યાનું પોલીસમાં જાહેર થયું હતું. વડીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી.ટી. બળસટીયા વધુ તપાસ કરી રહ્યા છે.