આહાર અંગે:

 • દંપતીએ ઓછામાં ઓછાં બેથી ત્રણ મહિના સુધી પવિત્ર, શુદ્ધ અને સાત્વિક ખોરાક ખાવાનો આગ્રહ રાખવો જોઈએ.
 • ઘરમાં બનેલો તાજો, ગરમ ખોરાક લેવો.
 • ખોરાકમાં દાળ, ભાત, શાક, રોટલી, ઘી, લીલાં શાકભાજી, માખણ, મોળી છાશ, મગની દાળની ખીચડી, ઋતે પ્રમાણેના ફળો વગેરેનો ભરપૂર ઉપયોગ કરવો.
 • દૂધ અને દૂધની બનાવટો જેવી કે ખીર, દૂધપાક, બાસુંદી વગેરે ખાવાનો આગ્રહ રાખવો.
 • મેંદાની બનાવટ જેવી કે વડાપાઉં, દાબેલી, પિત્ઝા, બર્ગર, ટોસ, ખારી, બેકરી આઈટમ, આથાવાળી વસ્તુ જેવી કે ઢોકળાં, ઈદડાં, ખમણ, લોચો, સેવખમણી, ઢોસા, ઉત્તપમ, ઈડલી વગેરે, ટીનફૂડ, ઠંડાપીણા, કૃત્રિમ રંગવાળા ખાદ્યપદાર્થો, ચાઈનીઝ, પંજાબી જેવા મસાલેદાર પદાર્થો વગેરેનું સેવન ટાળવું.
 • ચા, કોફી, તમાકુ, બીડી, સિગારેટ જેવા વ્યસનો ટાળવા.
 • ખોરાક ભૂખ લાગે ત્યારે, ખૂબ ચાવીને, એકાગ્ર ચિત્તે, ખોરાકમાં મન પરોવીને, વાતો કરતાં કરતાં કે હસતાં હસતાં નહીં, ન ખૂબ ઝડપથી કે ન ખૂબ ધીમે ખાવો જોઈએ. ે
 • નોનવેજ, ઈંડા, માંસ, મચ્છી, અફીણ, દારૂ, ભાંગ જેવા તામસિક પદાર્થોનો ત્યાગ કરવો.
 • અથાણાં, પાપડ, વધુ ખાટું કે વધુ ખારું ન ખાવું.
 • વળી, શુદ્ધ અને સાત્વિક આહાર પણ માત્રાથી વધુ ખવાય તો એ અપચો કરે છે. આથી ઓછી માત્રામાં વારંવાર ખોરાક લેવાથી એનું યોગ્ય પાચન શક્ય બને છે.
 • પુરુષોએ ખોરાકમાં દૂધ અને અડદ તથા સ્ત્રીઓએ ખોરાકમાં અડદ અને તલના તેલનું સેવન વધારવું.
 • વળી, રીંગણ, પપૈયા, સૂરણ જેવા ગરમ શાકભાજી કે ફળો અને સૂકામેવા ઓછા લેવા. કેળા, સીતાફળ, સફરજન જેવા મીઠા ફળો લઈ શકાય. ખાટા ફળો ઓછા ખાવા.

આમ, આ રીતે લેવાયેલ ખોરાકનું શરીરમાં યોગ્ય પાચન થાય છે. જેમાંથી અનુક્રમે રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર એમ શરીરની સાતે ધાતુઓનું પોષણ થાય છે. જેનાથી શરીર સુદ્રઢ બને છે જે ઉત્તમ બાળક લાવવાનું નિમિત્ત બને છે.

વિહાર અંગે:

 • હારની જેમ વિહાર એટલે કે રહેણીકરણી અને પોષાક પરિધાનમાં પણ દંપતીએ ફેરફાર કરવા આવશ્યક છે.
 • પહેરવેશમાં ટાઈટ જિન્સ અને સ્કીન ટાઇટ વસ્ત્રોનો ઉપયોગ બંધ કરવો જોઈએ.