રાજ્યના પ્રવાસન વિભાગનો મહત્વનો નિર્ણય કર્યો છે. વાસ્તવમાં આગામી દિવસોએ થોળ અને નળ સરોવરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે. આ અંગે રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા બંને સ્થળોને વિકસાવવા ૨૫-૨૫ કરોડની ગ્રાન્ટ ફાળવાઈ છે. જેમાં ખાસ કરીને થોળ અને નળ સરોવર પક્ષી અભયારણ્યનો વધુ વિકાસ કરાશે. આ અંતર્ગત આર્કિટેકની નિમણુક કરી આયોજન પૂર્વકનું આકર્ષક બાંધકામ ચાલી રહ્યું છે.
રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ આ અંગે જણાવ્યું હતું કે, થોળ અને નળ સરોવરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે. આ સાથે આ બંને સ્થળોને વિકસાવવા ૨૫-૨૫ કરોડની ગ્રાન્ટ ફાળવાઈ છે. જેમાં આર્કિટેકની નિમણુક કરી આયોજન પૂર્વકનું આકર્ષક બાંધકામ ચાલી રહ્યું છે. નોંધનિય છે કે, હવે આગામી દિવસોએ થોળ અને નળ સરોવર પક્ષી અભયારણ્યનો વધુ વિકાસ કરાશે.
મહત્વનું છે કે, થોળ પક્ષી અભ્યારણ્ય ઉત્તર મહેસાણાના કડી તાલુકામાં આવેલાં થોળ ગામ પાસે આવેલું છે. જ્યારે નળસરોવર સાણંદથી આગળ અને વિરમગામ નજીક આવેલું પ્રખ્યાત સ્થળ છે. થોળ અને નળ સરોવર પક્ષી અભ્યારણ્ય છે. જ્યાં દર વર્ષે શિયાળામાં દેશ-વિદેશથી પક્ષીઓ આવતા હોય છે. અહીં દેશ-વિદેશના પક્ષીઓને એકસાથે ખુલ્લા આકાશમાં ઉડતા જોવા માટે પ્રવાસીઓ આવતા હોય છે.