અમરેલી જિલ્લામાં પોલીસે પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે. જિલ્લામાં ચોરીના બનાવો અટકે તે માટે પોલીસ રાત્રીના શંકાસ્પદ ઈસમોની અટકાયત કરી પુછપરછ હાથ ધરે છે. જેમાં બાબરા તાલુકાના થોરખાણ ગામે રહેતો શાયર કેશુ ચારોલીયા રાત્રીના સમયે રખડતી-ભટકતી હાલતમાં મળી આવતા બાબરા પોલીસે આ શખ્સની અટકાયત કરી તેની પુછપરછ કરી હતી જયારે ચાંચબંદર ગામે રહેતા લાલા ડાયા ગુજરીયા નામનો શખ્સ રાત્રીના સમયે રખડતો ભટકતો મળી આવતા પોલીસે તેની અટકાયત કરી પુછપરછ કરી છે. આ બંને શખ્સો કોઈ મિલકત સબંધી ગુનો કરવાના ઈરાદે ભટકી રહ્યાં હતા કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.