થાઇલેન્ડમાં એર ઇન્ડિયાના વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ ફ્લાઇટ ફુકેટ, થાઇલેન્ડથી દિલ્હી આવી રહી હતી. પરંતુ બોમ્બ હોવાની માહિતી મળ્યા બાદ, આ વિમાનને ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. ઇમરજન્સી લેન્ડિંગ પછી, બધા મુસાફરોને વિમાનમાંથી ઉતારી લેવામાં આવ્યા અને તપાસ શરૂ કરવામાં આવી. માર્ગદર્શિકા અનુસાર, જો વિમાનમાં બોમ્બ હોવાની જાણ થાય છે, તો સંપૂર્ણ તપાસ પછી જ તેને આગળ વધવાની મંજૂરી આપવામાં આવે છે.
થાઇલેન્ડના ફુકેટથી ભારતની રાજધાની નવી દિલ્હી જઈ રહેલા એર ઇન્ડિયાના વિમાનને શુક્રવારે બોમ્બની ધમકી મળી હતી અને તેને ટાપુ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું, એરપોર્ટ અધિકારીઓએ આ માહિતી આપી. થાઇ એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે કટોકટીની યોજના મુજબ, ફ્લાઇટ છૈં ૩૭૯ ના તમામ ૧૫૬ મુસાફરોને વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
ફ્લાઇટ ટ્રેકરના જણાવ્યા અનુસાર, વિમાન શુક્રવારે સવારે ૯.૩૦ વાગ્યે (૦૨૩૦ જીએમટી)ફુકેટ એરપોર્ટથી ભારતીય રાજધાની માટે ઉડાન ભરી હતી, પરંતુ આંદામાન સમુદ્રની આસપાસ એક વિશાળ સર્કલ બનાવ્યા પછી, દક્ષિણ થાઇ ટાપુ પર પાછું ઉતરાણ કર્યું.