તમિલનાડુમાં, તમિલનાડુ વેટ્રી કઝગમ ૧૦૬ થી વધુ બેઠકો પર લીડ હાંસલ કરી છે, અને થલાપતિ વિજયના ઘરે ઉજવણીનો માહોલ છે. દક્ષિણ ભારતીય અભિનેત્રી ત્રિશા કૃષ્ણન પણ વિજયના ઉજવણીમાં જોડાવા માટે થલાપતિ વિજયના ઘરે પહોંચી છે. વિજયને હવે બોલિવૂડ તરફથી પણ અભિનંદન મળી રહ્યા છે. બોલીવુડ એક્શન સ્ટાર ટાઇગર શ્રોફે થલાપતિ વિજયની જીત પર ભાવનાત્મક સંદેશ સાથે ખુશી વ્યક્ત કરી. તેમાં ટાઇગરે લખ્યું કે લોકોનો તમારા પ્રત્યેનો પ્રેમ જોઈને હૃદયસ્પર્શી અનુભવ થયો.

ટાઇગર શ્રોફે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું, “થલાપતિ વિજયને અભિનંદન. લોકોનો તમારામાં વિશ્વાસ જાઈને અદ્ભુત લાગ્યું. આ નવા પ્રકરણ માટે શુભકામનાઓ.” વિજયની તમિલગા વેટ્ટી કઝગમ (ટીવીકે) હાલમાં એકલા ચૂંટણી લડી રહી છે અને તેણે મજબૂત હાજરી નોંધાવી છે. દિવસની શરૂઆતમાં, સમગ્ર તમિલનાડુમાં ટીવીકે કાર્યકરો વિજયના લોકપ્રિય ગીત “વ્હિસલ પોડુ” પર નાચતા અને તેમના નેતા માટે ઉત્સાહિત જાવા મળ્યા હતા. ચેન્નાઈમાં પાર્ટી ઓફિસની બહાર મોટી સંખ્યામાં ઉત્સાહિત પાર્ટી કાર્યકરો અને સમર્થકો એકઠા થયા હતા, ધ્વજ લહેરાવતા અને પાર્ટીના પ્રદર્શનની ઉજવણી કરવા માટે મીઠાઈઓ વહેંચતા હતા.

થલાપતિ વિજયની પાર્ટી, ટીવીકે, સોમવારથી તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે ગણતરી શરૂ થયા પછી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. વધુમાં, એમકે સ્ટાલિન પોતે પોતાની બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. તમિલગા વેટ્ટી કઝગમ (ટીવીકે) ના વડા વિજય તિરુચિરાપલ્લી પૂર્વ વિધાનસભા મતવિસ્તારમાં ૬,૪૯૯ મતોના માર્જિનથી આગળ છે. પ્રારંભિક મત ગણતરીના વલણો અનુસાર, તેમના મુખ્ય હરીફ, દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે) ના ઉમેદવાર ઇનિગો ઇરુદયરાજ, પ્રથમ રાઉન્ડમાં પાછળ છે. વિજયના રાજકારણમાં પ્રવેશથી રાજ્યના રાજકીય પરિદૃશ્યમાં પરિવર્તન આવ્યું છે, જેનાથી સ્પર્ધા વધુ તીવ્ર બની છે. તમિલનાડુની રાજનીતિ મુખ્યત્વે બે મુખ્ય જોડાણો દ્વારા ચલાવવામાં આવી છેઃ ડીએમકેના નેતૃત્વ હેઠળનું ગઠબંધન સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે અને એઆઈએડીએમકેના નેતૃત્વ હેઠળનું એનડીએ ગઠબંધન, જેમાં ભાજપનો સમાવેશ થાય છે. મત ગણતરી હજુ પણ ચાલુ છે, અને અંતિમ પરિણામો હજુ સુધી ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા નથી.