લોકસભાની ચૂંટણી માટે ત્રણ તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. હવે આગામી ૧૩ મેના રોજ ચોથા તબક્કાની ચૂંટણી યોજાશે. ત્યારે આ પહેલા શનિવારે ચૂંટણી પંચે ત્રીજા તબક્કાની ચૂંટણી માટે મતદાનના આંકડા જાહેર કર્યા છે. જેમાં સામે આવ્યું છે કે ચૂંટણીના ત્રીજા તબક્કાનું ફાઈનલ મતદાન ૬૫.૬૮ ટકા છે.
તમને જણાવી દઈએ કે ચૂંટણી પછી પણ ચૂંટણી પંચે ડેટા જાહેર કર્યો હતો. જેમાં ૬૪.૪૦ ટકા મતદાન થયું હોવાનું સામે આવ્યું હતું, જા કે શનિવારે જાહેર કરવામાં આવેલ ડેટા ચૂંટણીના દિવસે જાહેર કરવામાં આવેલા આંકડા કરતા લગભગ ૧ ટકા વધુ છે.
આસામમાં ૮૫.૪૫ ટકા, બિહારમાં ૫૯.૧૫ ટકા, છત્તીસગઢમાં ૭૧.૯૮ ટકા, દાદરા નગર હવેલી અને દીવ-દમણમાં ૭૧.૩૧ ટકા, ગોવામાં ૭૬.૦૬ ટકા, ગુજરાતમાં ૬૦.૧૩ ટકા, કર્ણાટકમાં ૭૧.૮૪ ટકા, મધ્યપ્રદેશમાં ૬૬.૭૫ ટકા, મહારાષ્ટÙમાં ૬૩.૫૫ ટકા, ઉત્તરપ્રદેશમાં ૫૭.૫૫ ટકા અને પશ્ચિમ બંગાળમાં ૭૭.૫૩ ટકા મતદાન થયું છે.
ત્રીજા તબક્કાના મતદાન બાદ ચૂંટણી પંચે આંકડા જાહેર કર્યા હતા. જેમાં ૬૪.૪૦ ટકા મતદાન થયું હતું. ચૂંટણી પંચના ઘણા પ્રયત્નો છતાં ત્રીજા તબક્કામાં મતદાનના આંકડા પણ ૨૦૧૯ કરતા ઓછા રહ્યા. જે રાજ્યોમાં ઓછું મતદાન થયું તેમાં બિહાર, મહારાષ્ટિ, યુપી, ગુજરાતનો સમાવેશ થાય છે.