આગામી તા.પના રોજ પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે ત્યારે શિવભક્તોમાં અનેરો થનગનાટ જાવા મળી રહ્યો છે. શ્રાવણ સુદ-૧ને સોમવારથી શ્રાવણ વદ અમાસ સુધી ત્રિવેણી સંગમ માનવ મંદિર ચલાલા દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રિવેણી સંગમ માનવ મંદિર અને પરિવાર દ્વારા રૂદ્રાભિષેક સવારે ૯ઃ૦૦થી ૧રઃ૦૦ કલાક સુધી રાખવામાં આવેલ છે. તેમજ રવિવાર તા.૧૮-૮ના રોજ તેમજ ૧-૯ના રોજ રૂદ્રયાગ હવન, રૂદ્રાભિષેક અને ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. શ્રાવણ માસ દરમિયાન માનવ મંદિર ખાતે સ્વાતંત્ર્ય પર્વ, રક્ષાબંધન અને જન્માષ્ટમી પર્વ પણ ઉજવવામાં આવશે. યજ્ઞના આચાર્ય તરીકે પ્રતિકભાઈ ઠાકર અને કરણભાઈ ઠાકર રહેશે. મહાપૂજાનો લાભ લેવા ત્રિવેણી સંગમ માનવ મંદિર ફોન નં.(૦ર૭૯૭) રપ૧૧રપ પર સંપર્ક કરવા જણાવાયુ છે.