ત્રિપુરામાં ઉનાકોટી જિલ્લામાં ૨૪ રોહિંગ્યા પ્રવાસીઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસે મંગળવારે આ જોણકારી આપી છે. પોલીસે જણાવ્યું કે એક ગુપ્ત સુચનાના આધારે કાર્યવાહી કરતા બીએસએફના સોમવાર સાંજે જિતુર્દીઘીપુર તપાસ દ્વારા ત્રણ કારને રોકવામાં આવી. કારમાં સવાલ લોકો કુમારઘાટથી કૈલાશાહાર તરફ જઈ રહ્યાં હતા.
ઉનાકોટી જિલ્લાના એસ પી કિશોર દેવવર્માએ કહ્યું, ‘શંકાના આધારે તમામ સંદિગ્ધ રોહિંગ્યા પ્રવાસીઓની અટકાયત કરવામાં આવી છે. તેઓ ટ્રેનથી જમ્મુથી કોલકાતા અને ગુવાહાટીના રસ્તે કુમારઘાટ આવ્યા હતા. તેઓને કયાં જવાનું હતું તે અંગે કંઈ ખ્યાલ નથી.’ ૨૮ એપ્રિલે ઉત્તરી જિલ્લાના ધર્મનગર રેલવે સ્ટેશનની પાસે છ રોહિંગ્યા પ્રવાસીઓને પકડવામાં આવ્યા હતા.