કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ કહ્યું હતું કે, ત્રિપુરામાં મસ્જિદને નુકસાન અને તોડફોડ અંગે સોશિયલ મીડિયા પર ફરતા અહેવાલો નકલી અને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે.મંત્રાલયે વધુમાં કહ્યું હતું કે, ત્રિપુરામાં આવી કોઈ ઘટનામાં સાધારણ, ગંભીર ઈજો અથવા બળાત્કાર કે મૃત્યુના કોઈ અહેવાલ મળ્યા નથી, જેમ કે કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ્‌સમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.મસ્જિદને નુકસાન થયું નથી
ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે, ત્રિપુરામાં તાજેતરના ભૂતકાળમાં કોઈ મસ્જિદના માળખાને નુકસાન થયું હોવાનો કોઈ કેસ નોંધાયો નથી અને લોકોએ શાંત રહેવું જોઈએ અને આવા નકલી સમાચારોથી ગેરમાર્ગે દોરાવું જોઈએ નહીં. એવા અહેવાલો ફેલાવવામાં આવ્યા છે કે, ત્રિપુરાના ગોમતી જિલ્લાના કાકરાબન વિસ્તારમાં એક મસ્જિદને નુકસાન થયું છે, આ અહેવાલો નકલી અને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે. કાકરાબનના દરગાબજોર વિસ્તારમાં મસ્જિદને કોઈ નુકસાન થયું નથી અને ગોમતી જિલ્લામાં ત્રિપુરા પોલીસ શાંતિ જોળવવા માટે કામ કરી રહી છે.બનાવટી સમાચારો ફેલાવવામાં આવી રહ્યા છે
ગૃહ મંત્રાલયે કહ્યું કે, મહારાષ્ટ્રમાં ત્રિપુરા વિશેના બનાવટી સમાચારોના આધારે શાંતિ અને સંવાદિતાને ખલેલ પહોંચાડવાના હેતુથી હિંસા અને વાંધાજનક રેટરિકના અહેવાલો આવ્યા છે. તેથી કોઈપણ ભોગે શાંતિ જોળવી રાખવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, ત્રિપુરામાં બનેલી ઘટનાઓના વિરોધમાં શુક્રવારે મુસ્લિમ સંગઠનોની રેલીઓને પગલે મહારાષ્ટ્રના ભાગોમાં હિંસા ફાટી નીકળી હતી.