ત્રિપુરા ચૂંટણી હિંસા મુદ્દે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું છે કે શું ભાજપના ધારાસભ્યએ તાલિબાની સ્ટાઇલમાં હિંસા ભડકાવતુ ભાષણ આપ્યું હતું ? જા ખરેખર આવું ભાષણ આપ્યું છે તો તેની સામે શું કાર્યવાહી કરવામાં આવી ? ત્રિપુરા વતી હાજર વકીલ મહેશ જેઠમલાણીએ દાવો કર્યો હતો કે અમને નથી લાગી રહ્યું કે હિંસાને ભડકાવનારૂ ભાષણ હતું.
આ સાથે જ સુપ્રીમ કોર્ટે ત્રિપુરાની મ્યૂનિ.ની ચૂંટણી પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો હતો. જા અમે આ ચૂંટણીમાં ઉભા ના રહ્યા તો ત્રિપુરામાં કોઇ વિપક્ષ નહીં રહે. નોંધનીય છે કે ત્રિપુરામાં મ્યૂનિ.ની ચૂંટણી હિંસા મુદ્દે ટીએમસીની કોર્ટની અવમાનનાની અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી છે.
ટીએમસીએ દાવો કર્યો છે કે સુપ્રીમ કોર્ટના આદેશ છતા ત્રિપુરામાં પરિસિૃથતિ ખરાબ થઇ રહી છે. એવામાં કોર્ટે ત્રિપુરાના અધિકારીઓની સામે કોર્ટની અવમાનના બદલ કાર્યવાહી કરવી જાઇએ. બીજી તરફ ટીએમસીએ એવી પણ માગણી કરી હતી કે હિંસાને ધ્યાનમાં રાખીને ત્રિપુરાની ચૂંટણી મુલતવી રાખવી જાઇએ.
જાકે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પર સ્ટે આપવાથી ઇનકાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમે જા ત્રિપુરાની ચૂંટણીઓ પર સ્ટે આપીશું તો તેનાથી ખોટો સંદેશો જશે. ચૂંટણીઓ રદ કરવી તે અંતિમ ઉપાય હોઇ શકે છે અને અમે તેમ નથી કરવા માગતા. જા એમ કરીશું તો એક ખોટો સંદેશો કે અવધારણા જશે.
સુપ્રીમ કોર્ટમાં ત્રિપુરાના કાયદો અને વ્યવસૃથા મુદ્દે ટીએમસી દ્વારા અરજી કરાઇ હતી અને ચૂંટણીઓ પર સ્ટેની માગ કરાઇ હતી જેને નકારી દેવાઇ છે. નોંધનીય છે કે ત્રિપુરામાં ૨૫મીએ મ્યૂનિ.ની ચૂંટણીઓ માટે મતદાન થવાનું છે. એવામાં ચૂંટણી પ્રક્રિયા શરૂ થઇ ગઇ હોવાથી પણ હાલ સ્ટે આપવો યોગ્ય નથી તેમ કોર્ટે જણાવ્યું હતું.