મુંબઇનાં આર્યનખાન ડ્રગ્સ કેસનું પગેરૂ ગુજરાતનાં દરિયા કિનારા સુધી પહોંચે છે ? દ્વારકામાંથી સલીમ, અલી અને સહેજાદની ત્રિપુટીની વધુ તપાસ થાય તો દેશભરનાં ડ્રગ્સ નેટવર્કનો મોટો પર્દાફાશ થાય ૫૫ દિવસમાં ડ્રગ્સનાં ૫૮ કેસ કરીને પોલીસ સક્રિય તો થઇ છે પરંતુ સક્રિયતા યથાવત નહીં રહે તો ડુબતું ગુજરાત ડુબેલું ગુજરાત બની જતાં વાર નહીં લાગે.
ડ્રગ્સ મામલે ૨૦૧૬માં આવેલી ફિલ્મ ઉડતા પંજાબને પગલે પંજાબ રાજય સમગ્ર દેશમાં ડ્રગ્સ મામલે ચર્ચામાં આવ્યો હતો. શાહિદ કપુર અને આલીયા ભટ્ટ, કરીના કપુરને ચમકાવતી આ ફિલ્મ જાણીતા સીંગર યો યો હનીસીંગનાં જીવન પર આધારીત હતી. જે સમયે યો યો હનીસીંગઅચાનક એક દિવસ ખબર મળ્યા હતાં કે યોયો હનીસીંગ પોતે ડ્રગ્સનો શિકાર બની ગયો છે અને તેના વ્યસનથી છુટવા માટે પોતે રીહેબીલીટેશન ટ્રીટમેન્ટ લઇ રહયો છે. આના પગલે બનેલી ફિલ્મને લઇને સમગ્ર પંજાબ ચર્ચામાં આવ્યું હતું. હવે ગુજરાત જાણે કે ડુબતા ગુજરાત હોય તે રીતે ડ્રગ્સ મામલે દેશભરમાં ગુજરાતની ચર્ચા છે. ગુજરાતમાં છેલ્લા ૫૫ દિવસમાં ડ્રગ્સનાં ૫૮ કેસ સામે આવ્યાં છે.
ગુજરાતમાં પાકિસ્તાન, ઇરાન, અફઘાનિસ્તાન વગેરેથી ઘુસાડવામાં આવતું ડ્રગ્સ મોટા પાયે પકડાયું છે. આ મામલે એક તરફ સિકયોરીટીના છીંડા હોવા બાબતે પોલીસની ટીકા થઇ રહી છે. તો બીજી તરફ એજ બાબતે પોલીસ સક્રિય થઇ રહી હોવાની પ્રશંસા થઇ રહી છે. દ્વારકામાં પોણા અબજનું એમડી ડ્રગ્સ પકડાયું છે અને તેમાં સંડોવાયેલા સલીમ તથા અલી અને શહેજાદ નામનાં શખ્સો આ ડ્રગ્સનો જથ્થો મુંબઇ પહોંચાડવાના હતાં. એવી વાત પોલીસ સામે આવી છે ત્યારે થોડા સમય પહેલા દેશભરમાં ચર્ચાયેલ આર્યનખાન ડ્રગ્સ પ્રકરણ સાથે પણ તેના છેડા પણ જોવા મળે તેવી સંભાવના જોવામાં આવી રહી છે.
તે એવી રીતે કે ગુજરાત પાસે ૧૬૦૦ કિલોમીટરનો દરિયા કિનારો છે અને તેમાં હાલમાં પણ અનેક પોઇન્ટ એવા છે કે એમાં સિકયોરીટી મામલે રેઢા પડ જેવી સ્થિતિ છે. આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઇરાન જેવા દેશો ભારતનાં યુવા ધનને બરબાદ કરવા માટે અને તે રીતે દેશને બરબાદ કરવા માટે ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાનો મનસુબો પાર પાડી રહયાં છે અને આ રીતે દરિયાઇ માર્ગે ડ્રગ્સની સફળતાપૂર્વક હેરાફેરી કરીને વર્ષોથી ગુજરાતની જળસીમાનો ફાયદો ઉઠાવી રહયાં છે. આ રીતે જો ગુજરાતને આ રીતે ડુબતું ગુજરાત બનાવી શકાય. જોકે ભુપેન્દ્ર પટેલની સરકાર આવ્યાં બાદ અને આર્યન ખાનનો કેસ ચર્ચામાં આવ્યા બાદ આ ડ્રગ્સ ભારતમાં કયાંથી ઘુસાડવામાં આવે છે. તે બાબતે પોલીસ સક્રિય થઇ હતી અને તેના ભાગરૂપે ચોકકસ પોઇન્ટ પર વિજીલન્સ રાખવામાં આવતાં પોલીસે છેલ્લા બે મહિનામાં કરેલી કામગીરી દરમિયાન નાના-મોટા પ૮ કેસ પકડી પાડયા છે. કે જેમાં ડ્રગ્સની હેરાફેરીનું નેટવર્ક પકડાયું હોય. પોલીસની આ સક્રિયતાના પગલે એક સમયે ડુબી રહેલું ગુજરાત બહાર આવ્યું છે. જો સરકાર હજુ પણ આ બાબતે વધુ સક્રિય થઇને ડ્રગ્સનું દુષણ ડામશે નહીં તો હજુ પણ ગુજરાત વધુને વધુ ડુબતું જશે.
ડ્રગ્સ એક એવી વસ્તુ છે કે તે વ્યકિતને નશામાં રાખીને તેનું સમગ્ર જીવન બરબાદ કરી શકે છે. આ ડ્રગ્સના વ્યસનનો શિકાર જો યુવાનો થાય અને તે પણ વધુ પ્રમાણમાં યુવાનો ડ્રગ્સનો શિકાર બને તો દેશની યુવા શકિત દેશહિત માટે કામ કરવાને બદલે પોતાનું  સમગ્ર જીવન અને દેશને પણ બરબાદ કરી શકે. આવા હેતુને લઇને પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઇરાન વગેરે દેશો ભારતમાં રહેલા પોતાની સાથે ધાર્મિક અને વૈચારિક રીતે જોડાયેલા દેશદ્રોહી લોકોનો ઉપયોગ કરીને ભારતમાં ડ્રગ્સ ઘુસાડી રહયાં છે. સરકાર આ મામલે હજુ પણ વધુ જાગૃત નહીં બને તો આ રીતે ડ્રગ્સનો જથ્થો ગુજરાત માર્ગે દેશમાં ઘુસાડાતો રહેશે. હાલમાં જે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. તે વાસ્તવમાં બહુ જુની નથી. ગુજરાતનાં જખૌથી લઇને પોરબંદર અને તેનીથી  આગળનાં દરિયા કિનારાનો ભવિષ્યમાં દુશ્મન દેશોએ દેશમાં રહેલા ગદ્દાર તત્વોનો  ઉપયોગ કરીને અનેક વખત ડ્રગ્સ અને સ્ફોટક સામગ્રી ઠાલવી હોવાનાં અનેક કિસ્સા ભુતકાળમાં પણ બહાર આવી ચુકયાં છે. મુંબઇમાં થયેલા બ્લાસ્ટ મામલે પોરબંદરની કુબેર બોટ પણ અગાઉ ચર્ચામાં આવી ચુકી હતી. એટલું જ નહીં મંમુમીયા પંજુમીયાનો ગોસાબારા આરડીએકસ લેન્ડીંગ કેસ પણ ખુબ જાણીતો છે.
આ રીતે એક સમગ્ર ગુજરાત ડુબતું ગુજરાત હોવાનું ચિત્ર હજુ પણ દ્રષ્યમાન થઇ રહયું છે. ગુજરાત પોલીસ અને સરકાર જો ખરેખર જાગશે નહીં તો ગુજરાતને ડુબી જતાં વાર નહીં લાગે અને હાલમાં માલુમ પડી રહેલું ડુબતું ગુજરાત ભવિષ્ય ડુબી ગયેલું ગુજરાત બની શકે છે… ત્રાસવાદ હવે ડ્રગ્સ રૂપે પણ ભારતમાં ફૂલી ફાલી રહ્યો છે. ત્રાસવાદીઓને ખબર છે કે મોદીના સમયમાં સીધો આતંકવાદી હુમલો કરવો ભારે પડી શકે છે એટલે ત્રાસવાદના રૂપમાં ડ્રગ્સનાં કન્સાઇન્મેન્ટ મોકલાઇ રહ્યાં છે…