જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં ગુરુવારે સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ત્રણ આતંકવાદીઓની ઓળખ આસિફ અહેમદ શેખ, અમીર નઝીર વાની અને યાવર અહેમદ ભટ તરીકે થઈ છે. બધા જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના રહેવાસી છે. તમને જણાવી દઈએ કે કેન્દ્રશાસિત પ્રદેશમાં ૪૮ કલાકની અંદર આ બીજું એન્કાઉન્ટર છે અને સુરક્ષા દળોની આ મોટી કાર્યવાહીમાં, માત્ર ૪૮ કલાકમાં ૬ સ્થાનિક આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. મંગળવારે અગાઉ લશ્કર મોડ્યુલના આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. જ્યારે આજે જૈશ એ મોહમ્મદ મોડ્યુલના ૩ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા જાહેર કરાયેલા ૧૪ સ્થાનિક આતંકવાદીઓની યાદીમાં આ બધા લોકોના નામ સામેલ હતા. સુરક્ષા દળો માટે આ એક મોટી સફળતા છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરના અવંતિપુરાના નાદેર ત્રાલ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે સચોટ માહિતી મળ્યા બાદ, સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સર્ચ ઓપરેશન દરમિયાન છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું. પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.
માર્યા ગયેલા ત્રણેય આતંકવાદીઓ ત્રાલના રહેવાસી છે.
૧. આસિફ અહમદ શેખ, અવંતીપોરાના જિલ્લા કમાન્ડર, શ્રેણી – સી, ૧૮ એપ્રિલ ૨૦૨૨ થી સક્રિય.
૨. આમિર નઝીર વાની, ૨૬ એપ્રિલ ૨૦૨૪ થી સક્રિય, શ્રેણી – સી
૩. યાવર અહમદ ભટ, ૨૬ ઓગસ્ટ ૨૦૨૪ થી સક્રિય, શ્રેણી – સી
અગાઉ, શ્રીનગર-મુખ્ય મથક ધરાવતી સેનાની ૧૫મી કોર્પ્સે એકસ પર જણાવ્યું હતું કે, “૧૫ મે, ૨૦૨૫ ના રોજ, આંતરરાષ્ટ્રીય એજન્સીના ચોક્કસ ગુપ્તચર ઇનપુટના આધારે, ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને શ્રીનગર સેક્ટર ઝ્રઇઁહ્લ દ્વારા અવંતીપોરાના ત્રાલના નાદેરમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, શંકાસ્પદ ગતિવિધિ જાવા મળી હતી. ગુરુવારે પુલવામા જિલ્લાના અવંતીપોરા સબ-ડિવિઝનના ત્રાલ વિસ્તારમાં સુરક્ષા દળો અને છુપાયેલા આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર શરૂ થયો હતો.
“અવંતીપોરાના ત્રાલ વિસ્તારના નાદેરમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. પોલીસ અને સુરક્ષા દળો ઘટનાસ્થળે હાજર છે,” પોલીસે ઠ પર જણાવ્યું. વધુમાં જણાવાયું હતું કે ગુપ્ત માહિતી મળ્યા બાદ, સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન માટે ત્રાલ તહસીલના નાદેર ગામને ઘેરી લીધું હતું.
શોપિયા જિલ્લાના કેલર વિસ્તારમાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યાના બે દિવસ પછી ગુરુવારનું એન્કાઉન્ટર થયું. ગયા વર્ષે મે મહિનામાં શોપિયાના હિરપોરામાં ભાજપ સરપંચની હત્યામાં પણ તે સામેલ હતો. ૨૦૨૪ માં આતંકવાદી જૂથમાં જાડાયેલો શફી શોપિયન જિલ્લાના વાચીમાં એક બિન-સ્થાનિક મજૂરની હત્યામાં સામેલ હતો.
ભારતે સ્પષ્ટ કર્યું છે કે દેશની અંદર કોઈપણ આતંકવાદી કૃત્યને “યુદ્ધનું કૃત્ય” ગણવામાં આવશે. ૨૨ એપ્રિલના રોજ પહેલગામમાં પાકિસ્તાન સમર્થિત અને પ્રાયોજિત આતંકવાદીઓએ ૨૬ નિર્દોષ લોકોની હત્યા કરી હતી, જેમાં ૨૫ પ્રવાસીઓ અને એક સ્થાનિકનો સમાવેશ થાય છે.