ખાંભાના ત્રાકુડા ગામે જૂના મનદુખમાં કરવામાં આવેલી અરજીના કારણે મહિલાને મુંઢ માર મારીને જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. મમતાબેન ઘનશ્યામભાઈ વિંઝુડા (ઉ.વ.૩૦)એ ભીમાભાઇ પીઠાભાઇ પરમાર, રેખાબેન ભીમાભાઇ પરમાર તથા દેવાભાઇ પીઠાભાઇ પરમાર સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણ, આરોપીના ભાઇઓએ તેમના સસરા સાથે અગાઉ બોલાચાલી કરી હતી. જે અંગે સામસામી અરજીઓ કરી હતી. જેનું મનદુઃખ રાખી ત્રણેય આરોપીઓએ તેમને તથા તેના પતિ ઘનશ્યામભાઇ, જેઠ ધીરૂભાઇ અને સસરા કમાભાઇને જેમ ફાવે તેમ ગાળો આપી મુંઢમાર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ ભીમાભાઈ જેઠાભાઈ પરમાર (ઉ.વ.૪૦)એ કમાભાઇ માલાભાઇ વિંઝુડા, ઘનશ્યામભાઇ કમાભાઇ વિંઝુડા, ધીરૂભાઇ કમાભાઇ વિંઝુડા તથા મમતાબેન ઘનશ્યાભાઇ વિંઝુડા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, કમાભાઈ વિંઝુડાએ તેમના ભાઇ મધુભાઇ સાથે અગાઉ બોલાચાલી કરી હતી. જેમા સામસામી અરજીઓ થઈ હતી. જે બાબતે મનદુઃખ રાખી તેમની પાસે પૈસા માંગી ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.