અમરેલી જિલ્લામાં લુખ્ખા તત્વો બેફામ બનીને કાયદાની બીક રાખ્યા વગર નિર્દોષ લોકોને હાથમાં હથિયાર ધારણ કરી ડરાવી ધમકાવી ભયનું સામ્રાજ્ય ફેલાવી રહ્યા છે. ખાંભા તાલુકાના ત્રાકુડા ગામે રહેતા ગેરેજના ધંધાર્થીને ગામના જ યુવકે તલવાર બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મુકેશભાઇ બાલુભાઇ દુધાત (ઉ.વ.૩૮)એ તેમના જ ગામના ઘનશ્યાભાઇ કમાભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ બે દિવસ પહેલા આરોપી તેમના ગેરેજ પર તલવાર હાથમા લઇ આવ્યો હતો અને બાઇક રીપેર કરાવવા બાબતે તેમના કારીગરને ગાળો આપી હતી. જે બાદ તેઓ ગેરેજે આવતા તેમને પણ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયો હતો. ખાંભા પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર એમ.ડી.ગોહિલ વધુ તપાસ કરી રહ્યા છે.