પાકિસ્તાનના પીએમ ઈમરાનખાનની ફરી એક વખત ઈન્ટરનેશલ કક્ષાએ ફજેતી થઈ છે. જેનું મુખ્ય કારણ સર્બિયામાં સ્થિત પાકિસ્તાની દૂતાવાસ. ઉલ્લેખનીય છે કે, સર્બિયામાં પાકિસ્તાનના દૂતાવાસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ટ્‌વીટ કરવામાં આવ્યું હતું. અને મોંઘવારી અને ત્રણ મહિનાથી પગાર ન મળવાની ફરિયાદ કરવામાં આવી હતી. આ ટ્‌વીટમાં વડાપ્રધાન ઈમરાન ખાનને પણ ટેગ કરવામાં આવ્યા છે. આ ટ્‌વીટની નીચે એક અન્ય ટ્વિટ કરવામાં આવી છે, જેમાં લખ્યું છે કે આ સિવાય બીજા કોઈ વિકલ્પ નહોતો.

સર્બિયામાં પાકિસ્તાની દૂતાવાસનું ટ્‌વીટ શેર કર્યું છે, જેમાં અધિકારીઓએ ઈમરાન ખાનને એક સવાલ પૂછ્યો છે. આ ટ્વિટમાં દૂતાવાસમાં તૈનાત અધિકારીઓએ ઈમરાનને પૂછ્યું છે કે, ‘પાકિસ્તાનમાં મોંઘવારી તેના અત્યાર સુધીના તમામ રેકોર્ડ પાછળ છોડી રહી છે. પ્રધાનમંત્રી ઈમરાન ખાન આપ અમારી પાસેથી ક્યાં સુધી મૌન રહેવાની અપેક્ષા કરો છો. અમને ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી, તેમ છતાં અમે કામ કરી રહ્યા છીએ. શાળાની ફી ન ભરવાના કારણે અમારા બાળકોને શાળામાંથી કાઢી મુકવામાં આવ્યા છે.

પાકિસ્તાનમાં મોંઘવારીથી સામાન્ય જનતા ઘણી પરેશાન છે. કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનમાં મોંઘવારી ૭૦ વર્ષમાં સૌથી ઊંચા સ્તરે પહોંચી ગઈ છે. એક મિડીયા રિપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં ખાદ્યપદાર્થોની કિંમતો બમણી થઈ ગઈ છે. ઘી, તેલ, લોટ અને ચિકનના ભાવમાં જારદાર ઉછાળો આવ્યો છે. ખાવા-પીવાથી લઈને ડીઝલ-પેટ્રોલના ભાવ સામાન્ય માણસની પહોંચની બહાર થઈ ગયા છે.આ ખરાબ સ્થિતિ માટે લોકો સીધો ઈમરાન ખાનને જવાબદાર ઠેરવી રહ્યા છે. લોકો કહે છે કે વડાપ્રધાન તરીકે ઈમરાન તમામ મોરચે નિષ્ફળ ગયા છે.

પાકિસ્તાન પર વિદેશી દેવું સતત વધી રહ્યું છે અને તે તેના દૈનિક ખર્ચાઓને ભાગ્યે જ પૂરા કરી શકે છે.આતંકવાદને પ્રોત્સાહન આપવાના આરોપોનો સામનો કરી રહેલા પાકિસ્તાનની વિશ્વમાં સારી છબી નથી. પાકિસ્તાન ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સની ‘ગ્રે લિસ્ટ’માં રહેશે.આતંકવાદના ધિરાણ સામેની વૈશ્વિક સંસ્થાએ કહ્યું કે ભારતના મોસ્ટ વોન્ટેડ હાફિઝ સઈદ (અને મસૂદ અઝહર) જેવા નિયુક્ત આતંકવાદીઓ તેમજ તેમની આગેવાની હેઠળના જૂથો વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર (યુએન) દ્વારા લેવામાં આવેલી કાર્યવાહીને જણાવવાની જરૂર છે.