રાજુલા જાફરાબાદ ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો નવી બારપટોળી, જૂની બારપટોળી, સરોવરડા, કોળી કંથારીયા, ખાલસા કંથારીયા, ચોતરાનો ટૂંકો અને શોર્ટકટ રસ્તો હોવાથી ટ્રાફિક પણ ખૂબ જ રહે છે. ડામર હોવા છતાં આ રોડ ઉપર ખાડા પડી ગયા છે તેથી આ રોડને ફરીથી ડામર કરવાની જરૂર છે. આ રોડને દસ વર્ષ થઈ ગયા છે. સરકારના નિયમ પ્રમાણે ૭ વર્ષે નાના રોડ નવા બનાવવાના હોય છે. વાહનો ચાલવાના કારણે રોડ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને ડામર ઉખડી ગયો છે ઉપરાંત રોડ સાંકડો છે. આ રોડ ઉપર વાહન ચાલકો મુશ્કેલીથી માંડ રસ્તો પસાર કરે છે. મોટા વાહનો ભેગા થાય ત્યારે વાહન તારવવાની પણ મુશ્કેલી પડે છે. હાલની પરિસ્થિતિ એવી છે કે આ રોડ ઉપર સરકારી બસના ડ્રાઈવરો પણ કહે છે કે જંગલ કટીંગ એટલું બધું વધી ગયું છે કે સામેથી આવતા વાહનો પણ ડ્રાઇવરને દેખાતા નથી. ત્રણ તાલુકાને જોડતાં આ રોડની
સમસ્યાના ઉકેલ માટે નાયબ કાર્યપાલક ઇજનેર બાંધકામ વિભાગ, જિલ્લા કારોબારી ચેરમેન કરશનભાઈ ભીલ, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તથા કારોબારી ચેરમેન અનિરુધ્ધભાઈને સરપંચો દ્વારા માંગ કરવામાં આવી છે.