અમરેલી જિલ્લામાં પોલીસ સતત શરાબીઓ પર સકંજો કસી રહી છે. ખડાધાર ગામેથી ત્રણ અમદાવાદી સહિત જિલ્લામાંથી કુલ ૫૪ ઈસમો પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં લથડિયા ખાતા મળી આવ્યા હતા. જોલાપર ગામના પાટીયે, ડુંગર ટી પોઈન્ટ, જાફરાબાદ, લોઠપુર, ચાંચ, મોટા જિંજુડા, સાવરકુંડલા, ધારી, ટીંબી ચેક પોસ્ટ, ધામેલ, ધ્રુફણીયા, ચલાલા, નાના લીલાયા, હરિપર, વિરડી, અમરેલી સહિતની જગ્યાએથી શરાબીઓ નશામાં ઝૂમતાં પકડાયા હતા. સાવરકુંડલામાં એક યુવક પાસેથી પીવાનો દેશી દારૂ પકડાયો હતો.