કન્નડ સુપરસ્ટાર યશનો સોમવારે જન્મદિવસ હતો. આ પ્રસંગે દેશભરમાં તેમના ચાહકો ઉત્સાહિત હતા. પોતાના અંદાજમાં કઈક ને કઈક ખાસ કરી રહ્યા હતા. અભિનેતાના ૩૮માં જન્મદિવસને ભવ્ય બનાવવા માટે ચાહકો શક્ય હોય તેવા તમામ પ્રયાસો કરતા જાવા મળ્યા હતા, પરંતુ આ દરમિયાન એક મોટો અકસ્માત થયો. જેમાં યશના ત્રણ ચાહકોએ જીવ ગુમાવ્યો. કહેવામાં આવી રહ્યું છે કે આ ચાહકો અભિનેતાના જન્મદિવસની તૈયારીમાં વ્યસ્ત હતા. યશને આ ઘટનાની જાણ થતાં જ તે મૃતકના પરિવારજનોને મળવા આવ્યો હતો. આ મુલાકાતનો વીડિયો સામે આવ્યો છે.
આ વીડિયોમાં જાવા મળી રહ્યું છે કે યશ કોલોનીમાં અંદર જતા જાવા મળી રહ્યો છે. તે દરેક મૃતકનાં ઘરે ગયો અને તેમના પરિવારનાં લોકોની સાથે મુલાકાત કરી. દુઃખ વ્યક્ત કરતાં શક્ય તમામ મદદ માટે કહ્યું. વીડિયોની અંદર યશ પરિવારનાં લોકો સાથે બેઠેલો જાવા મળી રહ્યો છે. અભિનેતાને જાવા માટે આ દુઃખદ અવસર પર ભીડ ભેગી થઈ ગઈ હતી. યશની સુરક્ષા માટે પોલીસ પણ સાથે જાવા મળી. આ સાથે યશ હોસ્પિટલ પણ ગયો હતો અને ઘાયલ લોકોની મુલાકાત લીધી હતી.
આ ઘટનાનું દુઃખ જાહેર કરતાં યશે કહ્યું કે આ ખુબજ દુઃખદ ઘટના છે. આવી રીતે ફેન્ડમ ન બતાવવું જાઈએ. વધુમાં તેણે ચાહકોને કહ્યું કે તેઓ જે જગ્યાએ હોય ત્યાંથી દિલથી જન્મ દિવસની શુભેચ્છા આપે. આવી દુઃખદ ઘટનાઓ મને પોતાના જન્મદિવસથી ડરાવે છે. આવી રીતે પ્રેમનું પ્રદર્શન ન કરવું જાઈએ. હું તમને બધાને વિનંતી કરું છું કે કૃપા કરીને કોઈ બેનર ન લગાવો અથવા કોઈ જાખમી સેલ્ફી ન લો. આ સાથે તેણે એમ પણ કહ્યું કે ચાહકોનાં ખુશહાલ જીવન જીવવા પર જ તે ખુશ છે. તેણે એમ પણ કહ્યું કે હું માત્ર આર્થિક મદદ કરી શકું છું, પરંતુ પરિવારને તેમનો પુત્ર પરત કરી શકું તેમ નથી. દર વર્ષની જેમ આ વર્ષે પણ મેં કોઈ ભવ્ય ઉજવણી કરી નથી કારણ કે કોવિડના કેસ વધી રહ્યા છે.
ગઈકાલે ચાહકો યશનું ૨૫ ફૂટ લાંબુ કટઆઉટ પોસ્ટર લગાવી રહ્યા હતા. આ સમય દરમિયાન તેમને વીજળીનો આંચકો લાગ્યો અને તેમાંથી ૩ ચાહકો મૃત્યુ પામ્યા. આ સિવાય વધુ ૩ લોકો ગંભીર રીતે ઘાયલ છે. યશ છેલ્લે સુપરહિટ ફિલ્મ કેજીએફ ૨માં જાવા મળ્યો હતો. ચેપ્ટર ૨ રિલીઝ થઈ ત્યારથી જ ચાહકો ત્રીજા ભાગની આતુરતાથી રાહ જાઈ રહ્યા છે. ફિલ્મના બંને ભાગ સમગ્ર ભારતમાં બ્લોકબસ્ટર સાબિત થયા છે.