વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની કરી જોહેરાત કરતા દેશભરના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે કિસાનોએ ગુજરાત સહિત દેશભરમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ એકબીજોને જલેબી ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું
દેશ સહિત ગુજરાતના ખેડૂતો પણ ખુશી વ્યક્ત કરી હતી સુરતમાં કૃષિ કાયદાને પરત ખેંચવાના નિર્ણયને ખેડૂતોએ આવકાર્યો હતો. દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. આ સાથે જ ખેડૂતોએ જણાવ્યું હતું કે, તેઓ આંદોલન પૂર્ણ નહીં કરે અને હજી જે માગ છે તેને લઈને વિરોધ પ્રદર્શન કરશે.રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ પણ કૃષિ કાયદાને પરત ખેંચવાની જોહેરાત અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ફટાકડા ફોડી પોતાની ખુશી વ્યક્ત કરી હતી. આ અંગે ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે, એક વર્ષથી આ કાળા કાયદાઓની વિરોધ અને જે આંદોલન થઈ રહ્યા છે. આ આંદોલનમાં જે લોકો શહીદ થયા છે. તેમના પરિવારને સરકા નોકરી આપે તથા મૃતકના પરિવારને વળતર ચૂકવે તેવી માગ કરી હતી. અમદાવાદમાં પણ કિસાનો અને કોંગ્રેસના કાર્યકરોએ ઉજવણી કરી હતી અને ફટાકડા ફોડયા હતાં
બીજી તરફ ખેડૂતોએ પણ ફટાકડા ફોડી કેન્દ્ર સરકારના નિર્ણયને વધાવી લીધો હતો.પાટણમાં કોંગ્રેસના કાર્યકરોએ વિજયોત્સવ ઉજવ્યો હતો પાટણ શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓએ બગવાડા દરવાજો પાસે ફટાકડા ફોડી કાયદો પરત લેવાનો વિજયોત્સવ ઉજવ્યો હતો. આ ઉજવણીમાં પાટણના ધારાસભ્ય સહિત વિવિધ અગ્રણીઓ પણ જોડાયા હતા.
ભાવનગરમાં વડાપ્રધાનના એલાનને સ્વીકારવામાં આવ્યો છે, ત્યારે શહેરના કિસાન ક્રાંતિ સંગઠનના નેતા વિરજી પટેલ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના નિર્ણયનો સ્વીકાર છે પરંતુ બાદમાં છેતરવાની ઘેલછા હશે તો તે ઘાતક છે. ખેડૂતોને ૨૦૧૪ બાદ તેવી સ્થિતિમાં મૂકી દીધા છે કે તેઓને લાખ કોશિશ બાદ પણ બેઠા કરી શકાય તેમ નથી. ૨૦૨૨ અને ૨૦૨૪ની ચૂંટણી આવે એટલે કૃષિ કાયદા પર પડદો પાડી દેવો અને મૂળ મુદ્દાઓ પરથી ભટકી જઈને પોતાની સત્તારૂઢ થવાની નીતિ ચલાવવી તે સ્વીકારી લેવાય નહિ. જ્યાં સુધી સંસદમાં ખરડો પસાર થાય નહિ ત્યાં સુધી જીત ખેડૂતોની નથી.