ગુજરાત રાજ્ય સરકારના પ્રવક્તા રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકાર પરિષદ કરી ચોમાસાના દિવસોમાં વાવાઝોડા દરમિયાન દરિયાઈ વિસ્તારોમાં ભારે પવન ફુંકાતા તેમજ ટ માછીમારોને થયેલા નુકસાન માટે સહાય જાહેર કરી છે. ૪ નાની બોટ અને ૪૬ મોટી બોટને નુકસાન થયું હતુ. જેમાં સરકારે મોટી રાહતની જાહેરાત કરી નુકસાન થયેલી બોટ માટે નુકસાની સહાય તેમજ નવી વસાવવા માટે ૫ લાખ સુધીની લોન અને વ્યાજ સહાયની જાહેરાત કરવામાં આવી છે.

તૌકતે વાવાઝોડામાં બોટ અને સાધનસામગ્રમાં થયેલા નુકસાન મામલે સહાય પેકેજ જાહેર કરાયું. દરિયાકાંઠામાં ભારે પવનથી નુકસાન થયું છે. ગુજરાતમાં કુલ ૨૯૭૧૬ બોટ છે. ૪ નાની બોટ અને ૪૬ મોટી બોટને નુકસાન થયું છે.   માછીમારોને ૩૫ હજાર સુધીની સહાય મળશે, બોટ પૂર્ણ નુકસાન પામેલ નાની બોટને ૭૫ હજાર સુધીની સહાય મળશે. તો ૫ લાખની લોન પર ૧૦ ટકા વ્યાજ સહાય આપવામાં આવશે. નવા બંદરે ૩૭ બોટને નુકસાન થયું છે.