રાત્રીના બે અઢી થવા આવ્યા હતા. અચાનક ભર ઉંઘમાં સુતેલો ઈન્દ્રજીત જાગી ગયો. જાણે કોઈ દુઃસ્વપ્ન જાયુ હતુ. તેના ચહેરા પર ઉપર પરસેવો વળી ગયો હતો. એ બેડ ઉપરથી ઉભો થયો. રસોડામાં આવ્યો. અચાનક તેની નજર સામે પડી તો બે ઓછાયા ફોરેસ્ટર ઓફિસરના કવાર્ટરની પાછળ ઉભેલા દેખાયા. એને અજીબ લાગ્યુઃ અત્યારે કોણ હોય? એ મીટ માંડીને તેની હલચલ જાતો હતો ત્યાં જ ફોરેસ્ટ ઓફિસરના કવાર્ટરના પાછળનો દરવાજા ખૂલ્યો. એમાંથી એક વ્યÂક્ત બહાર આવી. એ વ્યÂક્તને તે ઓળખી ગયો. સાહેબ પોતે જ હતા. પેલા બે ઓછાયા સાથે કૈંક ઘૂસપૂસ ચાલી ઃ ઈન્દ્રજીત ધીમેકથી બહાર નીકળ્યો. બહારથી આંગળીયો દઈએ બીલ્લી પગલે બાજુની કવાર્ટસની લાઈન પાછળથી સરકી આવી, છેક સાહેબના પાછળના દરવાજા સુધી પહોંચી ગયો. ત્યાં જૂના રદી થયેલા વાહનોનુ ગેરેજ હતુ. એવા એક કન્ડમ થઈ ગયેલા મેટાડોરની ઓથે કાન માંડીને સાંભળી રહ્યો. સાહેબ તેને તતડાવતા હતા. ‘અત્યારે અડધી રાત્રે મારી પાસે આવવાનું?’ ‘પણ તમારો હિસાબ આપવાનો હતો.’’ એક જણે વળતો જવાબ આપ્યો ‘‘ ઠીક છે, ઠીક છે…એ તો દુબેને આપી દીધા હોત તો પણ ચાલત’’ -હાથમાં રહેલો થેલો પેલાએ અધિકારીને આપ્યો, અધિકારીએ આસપાસ જાઈને થેલો જાઈ લીધોઃ ‘ઓ કે હવે એની પ્રોબ્લમ?’ ‘મુદાની વાત કરી તમેઃ ‘‘એક જણે કહ્યુઃ ‘આ નવો અધિકારી કોણ આવ્યો છે? પૂછાવ્યુ છે કે બહુ વાયડો થવા જાય છે.છે કોણ?’’
‘‘એ ઈન્દ્રજીત છે પણ એની ચિંતા ન કરો. સરકારને કહેજે કે એનામાં બળ તો ખૂબ જ છે ે પણ બુÂધ્ધ જીરો છે. એટલે એ ગમે એટલું બળ કરશે છતાં પણ તમને કંઈ કરી નહિ શકે. પણ એલા સોનફાર્મનું કેમ ચાલે છે? માલિક શુ કરે છે? હમણા તો મળ્યો જ નથી.’’
‘‘માલિક ફોરેન ફરવા ગયા હતા કે સાહેબને લઈને સોનફાર્મમાં કોઈ પ્રોગ્રામ ગોઠવવાનો છે. તમે તૈયાર રહેજાે ’’
‘‘હા, પણ ઝડપથી. હુ આવતા અઠવાડિયે મોટી રજા લઈને નીકળવાનો છુ. સીમલા, મહાબળેશ્વર…. બાજુ એક મહિનો ફરવા જવુ છે?
‘‘તો પછી પરમ દિવસ રાત્રે જ ગોઠવી નાખીએ.’’
‘‘ તો તો બહુ સારુ. હું સોમવારથી અમોસ્તય નથી. એક મહિના સુધી.’’
‘‘અરે પણ તો તમારી ડયુટી પેલાને તો નહી સોંપેને?’’
‘‘ના, મારો ચાર્જ એક અલગ ઓફિસરને સોપશે. એટલે ચિંતા ન કરો. એભલભાઈને કહેજે, પરમ દિવસ રાહ જાઉ છુ.ઃ’’ કહી તેઓ છુટા પડયા આજ વરવુ સત્ય સામે આવ્યું હતુઃ ઈન્દ્રજીતને રૂંવાડે રૂંવાડે આગ લાગી ગઈ.
-હવે શું કરવુ? અને આ સોનફાર્મ? તેનુ મગજ ઝડપથી કામ કરવા માંડયુ.
-સોનફાર્મ અને માલિક….?! યસ્સ….સોનફાર્મ એટલે જયાં સોનુ નીકળે છે એ જ જગ્યા અને માલિક એટલે પેલો માણસ. જેણે રામનાથને નોકરીએ રાખ્યો હતો. મનોમન તાળો મળતો ગયો. હરામી સાહેબ બધાને સાચવીને બેઠો છે. અને પોતાને મૂર્ખ માને છે? ઠીક છે, હવે તું પણ જાઈ લે પણ આ નવો સાહેબ આવે એનુ પારખું કરવા જેવુ છે. પણ પરમ દિવસની રાત? તાર તો મેળવવા જ પડશે. -બીજે દિવસે એ ઓફિસરની ચેમ્બરમાં ગયો ત્યારે સાહેબ ટેલિફોન ઉપર હેડ ઓફિસે વાત કરતા હતા. ઈન્દ્રજીત સેલ્યુટ મારીને અંદર પ્રવેશ્યો એટલે સાહેબે સામે ખુરશી ઉપર બેઠવા માટે આંખોથી ઈશારો કર્યો. ઈન્દ્રજીત ખુરશી ઉપર બેઠો અને સાહેબે, ટેલિફોન ઉપર ‘જી સર….ઓ.કે સર…થેન્કયુ સર’’ કહી વાત પુરી કરી અને ચહેરા ઉપર કૃત્રિમ હાસ્ય રાખી ઈન્દ્રજીતને ઉદેશીને બોલ્યાઃ ‘મિ.ઈન્દ્રજીત, મારે એક મહીનાની રજા મંજૂર થઈ ગઈ છે અને મારી જગ્યાએ ડીસ્ટ્રીકટમાંથી એક મહિનો પુરતા નિલમસિંહ રાઠૌર કરીને આવે છે. ડાયરેકટર આઈપીએસમાં સિલેકટ થયેલા હતા. એમાથી પોતાની પસંગીથી આઈએફએસ કેડરમાં આવેલા છે. ખૂબ કડક સ્વભાવના છે એટલે ધ્યાન રાખજા. મેં તો તમારી ઘણીય ખામીઓ ઢાંકી રાખી છે પણ રાઠૌર નહી ઢાંકે એ એક બે ને ત્રણ કટકા કરી નાખે તેવા છે. છતાં હું ભલામણ કરતો જઈશ. એટલે તમને વાંધો નહી આવે.’’
‘‘એની કોઈ જ જરૂર નથી સાહેબ’’ ઈન્દ્રજીતે ઠંડે કલેજે કહ્યુઃ ‘આટલા બાહોશ અફસર ઝીણી આંખે બધુ જ જાઈ લેતા હોય છે. હું શું કરુ છુ! કેવી ફરજ બજાવુ છુ? સારુ કરુ છે કે કંઈ ખોટુ કરુ છુ. મારામાં શું ખામી કે ખૂબી છે. એ બધુ આપમેળે જાણી જ લેશે એટલે પ્લીઝ, મારા વિશે કંઈ જ કહેત નહીઃ જેવા પડશે એવા દેવાશે.’’
-સાહેબ, ઈન્દ્રજીત સામે છોભીલા પડી ગયા. અને એકધારી નજરે ઈન્દ્રજીતને તાકી રહ્યા. ઈન્દ્રજીતે હસીને વાતને વળાંક આપ્યોઃ હું
આભાર – નિહારીકા રવિયા સાચુ જ કહુ છુ ને સાહેબ? મારા વિષે તમને કોઈએ કશુ ય પણ કહેલુ? તોય તમને મારી ખામીઓ દેખાઈ ગઈ ને? આ બધુ એવુ છે…વેલ, હું ભૂવનેશ્વર ડ્રાઈવ બાજુ એક આંટો મારતો આવુ. હમણા ઘણા દિવસથી ગયો નથી’’
‘‘ઈટસ ઓ.કે.બટ હમણા બે ત્રણ દિવસ એ બાજુ જ ધ્યાન રાખો તો સારુ…એભલના માણસોની રાડ બહુ વધી ગઈ છે’’
‘‘ઓે.કે હમણા બે દિવસ જઈ આવુ’’ ‘‘ઈટસ ઓ.કે’’
-બે દિવસ પછીની રાત…! ઈન્દ્રજીતને સવારથી ચેન ન હોતુ. આજે પોતાનો સાહેબ સોનફાર્મ જવાનો છે. એવી વાત થઈ હતી એટલે તે આજે સવારનો ખાસ વોચ રાખી રહયો હતો. પણ એકદમ પાક્કુ કઈ રીતે કરવુ? એ મુંઝવણ હતી. અચાનક તેના મનમાં એક વિચાર આવ્યો. અને એ ઉઠીને સાહેબની ચેમ્બર તરફ વળ્યો. અચાનક તે ચમકયો તો દુબ્બલ પણ સાહેબની ચેમ્બર તરફ જ જતો હતો. એની હાલચાલ શંકાસ્પદ હતી. એ પીલર આડે સંતાઈ ગયો. દુબ્બલ અંદર ગયો. અને વાજાવાજ તે પણ ગયો. સાહેબની ચેમ્બર કાચની મઢેલી હતી. આડા પડદા હતા અને એમાંથી બે પડદાની વચ્ચેથી અંદર શું હલચલ થઈ રહી છે તે અહીથી જાઈ શકાતું હતું પણ સાંભળી શકાતુ નહોતુ. એણે શાર્દુલને બોલાવ્યો. અને વાત કરી. શાર્દુલ અંદર પાણીની ટ્રે ભરીને ગયો. પણ- શાર્દુળની ઉપÂસ્થતિની ભનક તેમને ન આવી.
સાહેબ દુબ્બલને કહેતા હતાઃ ‘પછી પેલા બન્ને આવ્યા હતા અને ખુબ આગ્રહ કરીને ગયા છે દુબ્બલ આજે આવવુ હોય તો તૈયાર થઈ જા.
મહેફિલ કરશુ મજા આવશે. પછી તો તારે લેફટરાઈટ જ છે. નવો અધિકારી આવશે… આજે જી લે મન ભર કે.’’
‘વળતા સવાર પડે છે સાહેબ….’’ દુબ્બલે કહ્યુઃ ‘ તે દિવસ સવારના ચાર વાગ્યા હતા. ખુબ દૂર પડે. જતા જ બે કલાક થાય છે, વળતા બે કલાક મારે બહુ ઈચ્છા નથી.’’
‘‘અરે મને કંપની રહે યાર. આવને..આજે આઠ સવા આઠે જ મારી ગાડી લઈને નીકળી જઈશુ. વળતા એક દોઠ વાગ્યે નીકળી જઈશુ ત્રણ વાગ્યે ઘરે..’’ ‘‘જાઉ…પણ માલીક આવી ગયા? ફોરેન ગયા હતા ને?
‘‘હા, એ આવી ગયા છે…….’’ સાહેબે Âસ્મત કરીને જવાબ આપ્યો. અને આ બાજુ શાર્દુળ, જાણ્યો છતાં અજાણ્યો રહીને સિફત પૂર્વક બહાર નીકળી ગયો. ત્યારે ઈન્દ્રજીત પોતાની ચેમ્બરમાં જઈને બેસી ગયો હતો.
શાર્દુળ ઝડપથી ઈન્દ્રજીતની ચેમ્બરમાં આવ્યો. કહ્યુ કે સાંજે સવા આઠે દુબ્બલ અને સાહેબ કયાંક બહાર જવાની વાત કરતા હતા. અને પ્રોગ્રામ ફાઈનલ છે. ‘‘વાહ મારો દોસ્ત વાહ…મારો માટી.‘‘ઈન્દ્રની શાર્દુળને ભેટી પડયો…!
સવા આઠ થયા હતા. ચોરી ચૂપકીદીથી ડુપ્લીકેટ ચાવીથી ઈન્દ્રજીતે ફોરેસ્ટ ઓફિસરની ગાડીની ડેકી ખોલી. એમાં જુવારના દાણા ભરેલી બાચકી મુકી અને પછી પોતે અંદર સંતાઈ ગયો, ડેકી બંધ કરી દીધી શાર્પ સાડા આઠે ઓફિસર કાર પાસે આવ્યા. કાર સ્ટાર્ટ થઈ. દુબ્બલના કવાર્ટસ પાસે ઉભી રહી. ઈન્દ્રજીતે મનોમન તાળો મેળવ્યો. દુબ્બલ અંદર બેઠો અને કાર જંગલમાં રસ્તે પડી અને અંદરથી મુઠ્ઠી ભરીને ચપટી ચપટી જુવારના દાણા ઈન્દ્રજીત રસ્તે રસ્તે વેરતો ગયો (ક્રમશઃ)