તોરી અને આસપાસના ૧૫ ગામના ગ્રામજનોને રાજ્ય સરકારની વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ મળી શકશે. તોરી આદર્શ માધ્યમિક શાળા ખાતે આયોજિત આ સેવા સેતુ કાર્યક્રમનો રામપુર અરજણસુખ, નાજાપુર, ખાખરીયા, સૂર્યપ્રતાપગઢ, ખાન ખીજડીયા, મોરવાડા, ખડખડ, ભૂખલી સાંથળી, બરવાળા બાવળ, બાંટવા દેવળી, દેવલકી, વડીયા, ઢુંઢિયા પીપળીયા અને હનુમાન ખીજડીયાના ગ્રામજનો લાભ મેળવી શકશે.