તોરી બી.વી. કોટડીયા પે સેન્ટર શાળામાં લાંબા સમયથી સેવા આપતા શિક્ષક રાજીભાઈ વઘાસીયા અને દયાબેનને વિદાય આપવામાં આવી. રાજીભાઈએ આ શાળામાં ૨૨ વર્ષ સુધી શિક્ષક તરીકે સેવા આપી હતી અને હવે તેમની બદલી સનાળી ખાતે થઈ છે. શાળા પરિવાર દ્વારા આયોજિત વિદાય સમારંભમાં શાળાના આચાર્ય હીરપરાભાઈ અને સમગ્ર સ્ટાફે રાજીભાઈને અને દયાબેનને શ્રીફળ આપી વિદાય આપી હતી. શાળાના વિદ્યાર્થીઓએ પણ મીઠાઈ આપી તેમના પ્રિય શિક્ષકને વિદાય આપી હતી. સમારંભમાં શાળા પ્રમુખ વિનુભાઈ કોટડીયા અને મનુભાઈ સાવલીયાએ રાજીભાઈને શાલ ઓઢાડી, ફૂલગુલાબ અર્પણ કર્યા અને પત્રિકા સાથે થેલી આપી સન્માન કર્યું હતું.