વડીયાના તોરી ગામે લીંબડેશ્વર મહાદેવ ખાતે પાંધી પરિવારનો દશેરા મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. માતાજીને નિવેદ ધરાવવા સહિત છપ્પનભોગ ધરાવાયો હતો. આ પ્રસંગે આજુબાજુના ગામડાઓની બાળાઓએ રાસ લીધા હતા. તેમજ પાંધી પરિવાર દ્વારા દરેકને કીટ વિતરણ કરાયું હતું. વરસાદી વાતાવરણ હોવા ઠતાં કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.







































