વડીયા તાલુકાનાં તોરી ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. રાજય સરકારનાં જુદા-જુદા વિભાગો દ્વારા લોકોનાં પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને અરજદારોનાં આધારકાર્ડ સુધારવા, રેશનકાર્ડમાં સુધારા-વધારા, આવકના દાખલાઓ, જાતિનાં પ્રમાણપત્રો સહિત કુલ ર૩૮૮ અરજીઓ આવેલ હતી. આ તમામ અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. આધારકાર્ડની કામગીરીમાં નેટવર્ક ધીમું હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી, મામલતદાર, ધારસભ્ય કૌશિકભાઈ વેકરીયા, પરશોતમભાઈ, યોગેશભાઈ હિરપરા, પરેશભાઈ કોટડીયા સહિતનાઓનાં સહકારથી સેવાસેતુ કાર્યક્રમ સંપન્ન થયો હતો.