વડીયાના તોરી ગામે રહેતા રાજેશભાઈ દડુભાઈ સોલંકી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સજા કાપતા હતા. ગુજરાત હાઇકોર્ટના આદેશાનુસાર વચગાળાના જામીન પર મુક્ત થયા હતા. જામીન પૂર્ણ થઈ જતાં તેઓ જેલમાં પરત ફરવાના બદલે ફરાર થઈ ગયા હતા. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ કે.એમ.કાછેલા વધુ તપાસ કરી રહ્યા છે.