અમરેલી-વડીયાના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા પોતાના મતવિસ્તારમાં વિકાસના કામોને વેગ મળે તે માટે સરકારમાં સતત રજૂઆત કરતા હોય છે. જેમાં ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન ફંડ અંતર્ગત કુંકાવાવ તાલુકાના તોરી ગામ માટે ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાના પ્રયત્નોથી ગામની આંતર માળખાકીય સુવિધાઓમાં વધારો થાય તે માટે વિકાસલક્ષી કામો મંજૂર કરવા માટે ભલામણ કરવામાં આવેલ હતી જે સંદર્ભે તોરી ગામને સીસી રોડ, બ્લોક રોડ, ભૂગર્ભ ગટર, પીવાના પાણી માટે કૂવો, હાઈસ્કૂલમાં લાઇબ્રેરી હોલ, અમૃત સરોવર, આંગણવાડી માટે મકાન તથા કમ્પાઉન્ડ વોલ જેવા કામો માટે ડી.એમ.એફ. ફંડમાંથી રૂપિયા ૧.૮૦ કરોડ જેવી રકમની ફાળવણી કરવામાં આવશે.