મહારાષ્ટ્રના સીએમ ઉધ્ધવ ઠાકરેના પુત્ર અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી આદિત્ય ઠાકરેને જાનથી મારી નાંખવાની ધમકી આપનારને પોલીસે બેંગ્લોરમાંથી પકડી પાડ્યો છે.૩૪ વર્ષીય આરોપીએ પોતાને એકટર સુશાંત સિંહ રાજપૂતનો ફેન ઘણાવ્યો છે અને તેનો આરોપ છે કે, સુશાંતની હત્યા આદિત્યે કરાવી હતી.આરોપીએ આદિત્ય ઠાકરેને વોટસ એપ પર ધમકી ભર્યા મેસેજ મોકલ્યા હતા અને ત્રણ કોલ પણ કર્યા હતા.જાકે આદિત્યે આ કોલ રિસિવ કર્યા નહોતા.આરોપી જયસિંહ રાજપૂતે મેસેજમાં લખ્યુ હતુ કે, તેં સુશાંત સિંહ રાજપૂતને માર્યો છે પણ હવે પછી તારો વારો હશે.દરમિયાન સાઈબર પોલીસે ટેકનિકલ મદદ મેળવીને પતો લગાવ્યો હતો કે, ધમકી આપનાર આરોપી બેંગ્લોરમાં છે.પોલીસે જાળ બીછાવીને તેને અરેસ્ટ કરી લીધો છે.